Tuesday, 2 August 2011

તમારી ઊંમર તમારી જીભમાં...!

કોઈને ઊંમર ના કહેવી હોય તો થુંકશો નહિ. અમેરિકન સંશોધકોએ તાજેતરમાં એક નવી શોધ કરી છે. જે મુજબ નવી તમારી લાળ તમારી સાચી ઊંમર કહી શકે છે...!
માનવ DNA બનાવનાર ચાર બિલ્ડિંગ બ્લોકના રાસાયણિક મોડીફિકેશનની 'મિથાઈલેશન' તરીકે જાણીતી ક્રિયા વડે સાચી ઊંમર જાણી શકાય છે. ખુનના સ્થળે સિગારેટ કે કપની ઉપર ગુનેગારની થોડી લાળ લાગી હોય તો ફોરેન્સિક ટૂલ તરીકે આ પ્રક્રિયા વડે ગુનેગારની ઊંમર જાણી શકાય છે.
આ કસોટી વડે ઊંમર આધારિત રોગોનું નિદાન પણ થઈ શકે છે. વળી DNAની બાયોલોજીકલ ઊંમરને આધારે સારવાર પણ નક્કી કરી શકાય છે.

No comments:

Post a Comment