Wednesday, 3 August 2011

તડકામાં પણ તાજગી અનુભવશે તમારી આંખો

 
 
ઉનાળાની મોસમમાં ત્વચાની સાથે સાથે આંખો પર પડ ગાઢ અસર પડે છે. આ જ તો મોસમ છે જ્યારે સૂરજ પોતાની આગ ઝરતી ગરમીથી કોઈને છોડતો નથી. આવામાં આંખોની સુરક્ષા બહુ જ જરૂરી છે. આ રહી અમુક ટિપ્સ જે તમારી આંખોને રાખશે હંમેશા તાજી.

- ક્યારેય તાપમાં બહાર ન નીકળો અને જો નીકળવું પડે તો પણ સનગ્લાસિસ પહેરવાનું ન ભૂલો.

- ચાલુ ગુણવત્તાના સનગ્લાસિસ ન ખરીદો કારણ કે તેમાં લાગેલા ગ્લાસ ખરાબ ક્વોલિટીના હોય છે અને આંખોને નુકશાન પહોંચાડી શકે છે. માટે જ સારી કંપની ગુણવત્તા વાળા સનગ્લાસિસ જ ખરીદો.

- આજકાલ નાની ફ્રેમ વાળા ચશ્માનું ચલણ છે, પણ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે બહુ નાના ગ્લાસ હોવાને કારણે ધૂળ-માટીના કણો તમારી આંખમાં ન જઈ શકે નહીં તો ચશ્માં પહેરવાનો કોઈ અર્થ જ નથી રહેતો.

- જો તમે નંબરના ચશ્માં પહેરતા હોવ તો ફોટોક્રોમિક લેન્સ વાળા ચશ્માં વાપરો, આનાથી તડકાં હશો ત્યારે તમારી આંખોની ગરમીથી રાહત મળશે.

No comments:

Post a Comment