Friday, 5 August 2011

આ 8 લક્ષણ જોવા મળે તો સમજવું કે જાનલેવા બીમારી થઈ શકે

આ લક્ષણોથી કરી શકો છો સમય રહેતા કેન્સરનો ઈલાજ
મેડિકલ સાયન્સ ગમે એટલુ આગળ વધી ગયું હોય પણ આજે પણ કેટલાક લોકો એવા છે જે માણસના જાનના દુશ્મન બનેલા છે. ખાસ કરીને કેન્સર તો આજે એવી બીમારી છે જેને સાંભળી લોકોને રુવાડા ઊભા થઈ જાય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, સમય રહેતા જો કેન્સરની જાણ થઈ જાય તો તેને રોકી શકાય છે.

પરંતુ જો અચનાક છેલ્લા સ્ટેજમાં જઈને ખબર પડે ત્યારે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો માટે દર્દીને મોતના ચંગુલમાંથી છોડાવવા આસાન નથી હોતું. સંશોધકોનું કહેવું છે કે કેન્સરના કોઈ પણ લક્ષણ જોવા મળે તો તેની તરત જ તપાસ કરાવી લેવી જોઈએ. તેનાથી કેન્સર છે કે નહીં અથવા તેને રોકવાની કોશિશ કરી શકાય છે.

કેન્સરના આઠ લક્ષણો પ્રમુખ રીતે જોવા મળતા હોય છે. જેને આસાનીથી જોઈ શકાય છે અને તેની ઓળખ પણ કરી શકાય છે.

1-પેશાબમાં આવતા ખૂનના કણ.

2-ખૂનની કમીની બીમારી એનિમિયા.

3-પાકમાં આવતું ખૂન.

4-ખાંસી દરમિયાન ખૂન આવવું.

5-મહિલાઓના સ્તનમાં ગાંઠ.

6-કંઈ ગળવામાં અડચણ આવવી.

7-મોનોપોઝ પછી ખૂન આવવું.

8-પ્રોસ્ટેટની તપાસમાં અસામાન્ય પરિણામ જોવા મળવું.

શોધકર્તાએ એ પણ સ્વીકાર્યું છે કે આ એક જ માત્ર લક્ષણ નથી, બીજા પણ અનેક લક્ષણો હોઈ શકે છે.

કેન્સરથી બચવાનો અસરદાર ઘરેલુ ઉપાયઃ-

આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં કેટલાક એવા આસાન ઉપાય બતાવવામાં આવ્યા છે જે કેન્સર જેવી બેહદ ઘાતક બીમારીઓમાં પણ ઘણી અસરદાર અને કારગર બતાવવામાં આવી છે.

-દરરોજ ખાલીપેટે પાંચ પાનાં તુલસીનું સેવન કરો.

-નિયમિત રીતે દરેક રાતે સૂતા પહેલા ત્રિફળા જેમાં આમળા ચોક્કસ હોય, નવશેકા પાણી સાથે સેવન કરો.

-આસાન-પ્રણાયામને પોતાની દીનચર્યામાં ચોક્કસપણે સામેલ કરો.

-સૂર્યોદયના સમયે તાજી હવામાં 2-3 કિ.મી. ફરવા નિકળો.

-નકારાત્મક અને નિરાશ કરનાર વિચારોથી પોતાને દૂર રાખો.

No comments:

Post a Comment