Friday, 5 August 2011

આટલું કરો ફિગર મેઈન્ટેઈન કરવાની જરૂર પડશે નહીં!


દરેક યુવતીને તેનું ફિગર સારું, સુંદર અને સેક્સી દેખાય એવી ઇચ્છા હોય છે. ફિગર જાળવવા માટે કેટલીય યુવતીઓ ડાયેટ કરતી હોય છે, તો કેટલીક ઉપવાસ કરવાનું પસંદ કરે છે. ફિગરને મેઇન્ટેન કરવા અને ફિગર કોન્શિયસ યુવતીઓ ઘણીવાર સ્વાસ્થ્ય બગાડી મૂકતી હોય છે. માત્ર ડાયેટ અને ઉપવાસ કરવાથી જ ફિગરને જાળવી શકાય એવું નથી. રોજિંદા કાર્ય કે ખોરાકમાં અને કેટલીક આદતોમાં થોડોઘણો ફેરફાર કરીને પણ તમે ફિગર જાળવી શકો છો.

 
તમે કેવો ખોરાક ખાવ છો અને કઇ રીતે ખાવાની આદત છે, તે પણ તમારા વજન પર અસર કરે છે. જ્યારે જમવા બેઠા હોઇએ, ત્યારે ફક્ત જમવામાં જ ધ્યાન આપવું જોઇએ. જમતી વખતે કોઇ અન્ય કાર્ય કરવું નહીં, વાંચન કરવું, ટીવી જોવું, સતત વાતો કરવી જેવી આદતો ટાળવી જોઇએ. જ્યારે ડિપ્રેશન અનુભવાય કે કોઇની સાથે ઝઘડો થયો હોય તો જમવાનું ટાળવું. જમતી વખતે ઝઘડો પણ કરવો નહીં કારણ કે આ બધી પરિસ્થિતિઓમાં વધારે ખવાઇ જાય છે.

 
શરીર સ્વસ્થ રાખવા અને ફિગર જાળવી રાખવા માટે કસરત સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જોગિંગ, ચાલવા જવું, સાઇકલ ચલાવવી કે સ્વિમિંગ કરવું વધારે સારું છે. આમાંથી કોઇ એક ક્રિયા પણ તમે કરશો તો તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની સાથે જ ફિગરનો શેપ પણ યોગ્ય રીતે જળવાઇ રહેશે.

 
- રોજ ત્રીસ મિનિટ સુધી કસરત કરવી અને દૂર સુધી ચાલવા જવું.
- ભોજનમાં થોડો ફેરફાર કરવો. સવારે ૪ રોટલીના બદલે ત્રણ રોટલી અને થોડા દાળ-ભાત ખાવા.
- વધારે કેલરીવાળા ખાદ્યપદાર્થો જેમ કે મીઠાઇ, ડેઝર્ટ, ચોકલેટ, સુકા મેવા, ફરસાણ, ફળોનો ખાંડવાળો જયૂસ, તળેલા ખોરાકમાં સમોસા, ભજિયાં, બેકરીની વસ્તુઓમાં પાંઉ, ક્રીમ બિસ્કિટ, વડાંપાઉ, પાઉડરવાળું દુધ વગેરેથી દૂર રહેવું.
- દૂધ કે એમાંથી બનેલી વાનગીઓનો ઉપયોગ કરવો.
- ફળ, શાકભાજીમાં કાર્બોહાઇડ્રેટ વધારે હોય છે, જે શરીર માટે સૌથી વધુ જરૂરી છે. ફળના જયૂસ ખાંડ નાખ્યા વગર પીઓ અને શાકભાજી બનાવતી વખતે તેલ, ઘી કે માખણનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો નહીં.
- ખોરાકમાં અનાજનો ઉપયોગ વધુ કરવો, પરંતુ ઘી કે તેલનું પ્રમાણ ઓછું રાખવું.
- બ્રેડ કે પાઉં ખાવાની જગ્યાએ રોટલીનો ઉપયોગ કરો અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખવું. આવો ખોરાક ખાવાથી ભૂખ સંતોષાશે અને શરીરને પોષણ મળી રહેશે.
- પનીર, ચીઝ અને માખણ શરીરમાં ચરબી વધારે છે અને શરીર માટે નુકસાનકારક પણ છે.
- ફળ, સૂપ અને સલાડ વધારે પ્રમાણમાં ખાવ, પરંતુ ડાયેટ ચાર્ટનું પાલન કડકપણે કરવું જરૂરી બની જતું નથી.

No comments:

Post a Comment