Saturday, 6 August 2011

શરીરની દુર્બળતા અને નબળાઈને જડથી ઉખેડી નાખશે આ ફંડા!



શક્તિ અને સૌંદર્ય અનાદિ કાળથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. તેનાથી વિપરિત નબળાઈ અને બદસૂરતી હંમેશાથી ઉપેક્ષા અને ધૃણાના શિકાર બનતા રહ્યા છે. નબળા વ્યક્તિને કોઈપણ સતાવી શકે છે કે આસાનીથી શિકાર બનાવી શકે છે. જ્યારે શક્તિશાળી વ્યક્તિની બધા જ પ્રશંસા પણ કરે છે અને દરેક શક્ય મદદ આપીને તેની સાથે મિત્રતા રાખવા માગે છે.

ધર્મ શાસ્ત્રોમાં નબળાઈને પાપની સમાન નિંદનીય જેવો પણ બતાવવામાં આવ્યો છે. અને કહેવામાં આવ્યું છે કે...

सबहिं सहायक सबल के, निबल सहाय न कोय।'

જો તમે પણ નબળાઈ અને દુર્બળતાથી સદાય માટે મુક્તિ મેળવવા માગો છો અને લોકોની ઉપેક્ષા અને ધૃણાથી છૂટકારો મેળવવા માંગો છો તો નીચે આપેલ કિસમિસના ઉપયોગથી પૂરા વિશ્વાસ સાથે એકવાર ચોક્કસ અજમાવી જુઓ.

ઉપાયઃ-

4 કિસમિસ(સૂકી દરાખ) એક ગ્લાસ દૂધમાં લઈ ઉકાળીને ઠંડુ કરો. સવારે કે રાત્રે સૂતી વખતે, ઠળીયા કાઢી સૂકી દરાખને ખૂબ ચાવી-ચાવીને ખાઓ અને દૂધ પણ પી જાઓ. લગાતાર- 4-5 મહિના સેવન કરવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે, ચહેરો ભરાવદાર બને છે. સુંદરતા વધે છે, વાળ લાંબા અને ગાઢ બને છે અને બળવીર્યમાં વધારો થાય છે. આ પ્રયોગ નવયુવા, આધેડ અને વૃદ્ધ સ્ત્રી-પુરુષો, બધા માટે ઉપયોગી અને લાભકારી છે. દુર્બળતા અને નબળાઈની જડને ઉખાડી ફેકે છે આ કિસમિસ.

દમાઃ-

દમ અર્થાત્ શ્વાસની બીમારી હોય તેઓને રોજ સવાર-સાંજ 2-2 કિસમિસ ચાવી-ચાવીને ખાવા જોઈએ. તેનાથી ફેફસાને શક્તિ મળે અને અને કફ અને સરદીનો પ્રકોપ દૂર થઈ જાય છે.

No comments:

Post a Comment