Monday, 8 August 2011

જમતી વખતે ન આપો હૃદયને ટેન્શન

સામાન્ય રીતે લોકો જ્યારે તાણ અનુભવતા હોય છે ત્યારે તેઓ વધુ ખાતા હોય છે કારણ કે લોકોનુ માનવુ છે કે એવુ કરવાથી તણાવ ઓછો થાય છે. પણ સંશોધક કેથરિન સ્ટોનીનુ કહેવુ છે કે તણાવ સમયે ખાવાનુ ખાવાથી લોહીમાં વસા જમા થઈ જાય છે અને તે રક્ત ભ્રમણમાં બાધા ઉત્પન્ન કરે છે. આના કારણે હૃદય પર જોખમ આવી શકે છે. તણાવને કારણે શરીરમાં ટ્રાઈદ્લેસરાઈડ વસાની માત્રા ઘટી જાય છે. બીજી બાજુ જ્યારે તમે ખુશ હોવ અને ખાવાનુ ખાવ છો ત્યારે વસાની માત્રા સંતુલિત રહે છે.

સંશોધકોનુ કહેવુ છે કે જે લોકો તણાવની સ્થિતિમાં વધુ ખોરાક ખાય છે તેમના શરીરમાં દર મિનીટે 2.8 ટકા વધુ માત્રા વધી જાય છે. જ્યારે શાંત મને ખોરાક ખાવાથી આની માત્રા દર મિનીટે 3.8 ટકાના દરે ઘટતી જાય છે. આની સીધી અસર હૃદય પર પડે છે.

ડો. કેથરિનનુ કહેવુ છે કે જો હૃદયને બચાવવા માંગતા હોવ તો હંમેશા પ્રસન્ન મને ભોજન કરો.

No comments:

Post a Comment