આઇઈફોનની મદદથી સ્કિન કેન્સરનું નિદાન પણ થઇ શકશે. બજારમાં એક નવી પ્રોડકટ ઉપલબ્ધ છે કે જેનું નામ હેન્ડિસ્કોપ છે. આ નવા ટૂલને એપ્પલના આઇફોનમાં પ્લગ કરવામાં આવે છે. આઇફોનની એક એપ્લિકેશનની મદદથી તે ડર્મેટેસ્કોપની જેમ કામ કરે છે. તબીબો સ્કિન કેન્સરનું નિદાન કરવા ડર્મેટેસ્કોપનો જ ઉપયોગ કરતા હોય છે. આ ઉપકરણ પોલારાઇઝિંગ લાઇટની મદદથી તપાસ કરે છે કે ત્વચાનો કોઇક ધબ્બો કેન્સરકારક છે કે નહીં. ઉપકરણ તેની તસવીર ખેંચીને તબીબને મોકલી આપે છે. તસવીરને સેકન્ડ ઓપિનિયન માટે તજજ્ઞ તબીબને પણ મોકલી શકાય છે.
No comments:
Post a Comment