Monday, 8 August 2011

ફાંદને કારણે મગજ સંકોચાય છે

એક નવા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, ફાંદને કારણે તમારું મગજ સંકોચાઇ શકે છે. ન્યૂ યોર્ક યુનિવર્સિટી ઓફ મેડિસિનના એન્ટોનિયો કોનવિટે આ સંશોધન કર્યું છે. તેઓ એવું જાણવા માગતા હતા કે, સ્થૂળતાની મગજના આકાર પર શું અસર થાય છે. તેમણે વધુ વજનવાળા ૪૪ લોકો અને સામાન્ય વજનવાળા ૧૯ લોકો પર સંશોધન કર્યું હતું.

તેમણે આ લોકોના મગજના આકારની સરખામણી કરવા માટે મેગ્નેટિક રિજોનેન્સ ઇમેજિંગનો ઉપયોગ કર્યો હતો. સ્થૂળ લોકોના મગજના એ ભાગમાં વધુ પાણી થઇ જાય છે, જેનો સંબંધ ખાવા-પીવાની ટેવ સાથે હોય છે. ખાવાની ઇચ્છા પર કાબૂ મેળવનાર મગજના આગળનો ભાગ પણ નાનો જોવા મળ્યો.

No comments:

Post a Comment