મિત્રો, ઘણાં વર્ષોથી આપણે કસરત વિશે અવનવી વાતો સાંભળતા આવ્યા છીએ, જેથી કરીને આ વાત સાચી જ છે તેવું માનવા પ્રેરાઇએ છીએ અને તે પ્રમાણે જ કસરત કરીને પરિણામની અપેક્ષા રાખીએ છીએ.
માન્યતા: એરોબિકસ એક્સરસાઇઝ એ ખૂબ અઘરી કસરત છે. એ માત્ર હેલ્થક્લબમાં જઈને જ થઇ શકે.
હકીકત: ના, આ તદ્દન સરળ કસરત છે. કોઇપણ કસરત ૩૫-૪૦ મિનિટ અથવા વધારે સમય કરવામાં આવે જેમાં હૃદયને થોડું વધારે કામ કરવું પડે જેમ કે બ્રિસ્ક વોક, જોગિંગ, રનિંગ, પગથિયાં ચડવાં-ઉતરવાં, સાઇકલિંગ. (પછી તે ઘરે કરવાની સ્ટેશનરી બાઇક હોય કે રોડ પર ચલાવવાની સાઇકલ હોય) દોરડાં કૂદવાં, સ્વિમિંગ આ બધી જ કસરતો એરોબિકસ એક્સરસાઇઝ કહેવાય. જેનાથી સારા પ્રમાણમાં કેલરીનું દહન થાય છે અને હૃદય તથા ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું થાય છે. આ કસરત અઠવાડિયામાં ચારથી પાંચ વખત કરવામાં આવે તો લાંબા ગાળે ઉત્તમ પરિણામ આપે છે. હા, એ વાત યાદ રાખજો કે સારી કવોલિટીનાં ‘સ્પોર્ટ્સ શૂઝ’ પહેર્યાં વગર ચાલવા કે જોગિંગની કસરત ના જ કરવી.
શું આમાંની કોઇ પણ કસરત માટે હેલ્થક્લબમાં જવાની જરૂર છે? હેલ્થક્લબમાં મ્યુઝિક સાથે કસરત કરવાની મજા આવે અને એકવિધતા ના લાગે તે વાત અલગ છે, પણ એ જ રીતે આપ પણ ચાલવા, દોડવા, સાઇકલિંગ, દોરડાં કૂદવાં વગેરે કસરતનું ટાઇમટેબલ બનાવીને વિવિધતા લાવી શકો છો.
માન્યતા: સ્ટીમબાથ કે સોનાબાથ લેવાથી વજનમાં તરત જ ફરક અનુભવાય છે.
હકીકત: ‘સ્ટીમબાથ કે સોનાબાથમાં ગરમીના લીધે શરીરમાંથી પરસેવા વાટે પ્રવાહી નીકળી જાય છે. જે ‘ફલ્યુઇડ લોસ’ કહેવાય. જેથી ટેમ્પરરી વજન ઓછું થયેલું લાગે. સ્ટીમબાથમાંથી બહાર નીકળી થોડી વાર પછી પાણી કે જયૂસ પીવાથી એ ‘ફલ્યુઇડ’ પાછું શરીરમાં આવી જાય છે. જેથી વજન ત્યાંનું ત્યાં જ આવી જાય છે. ઘણા લોકો તો હેલ્થક્લબમાં માત્ર ‘સ્ટીમબાથ’ કે ‘સોનાબાથ’ લઇને જ કંઇક કર્યાનો સંતોષ લઇને પાછા આવી જાય છે.
યાદ રાખો કે તમારો ધ્યેય ફેટ લોસનો હોવો જોઇએ, નહીં કે વેઇટ લોસ.
માન્યતા: એક્સરસાઇઝમાં ખૂબ જ પરસેવો થાય તો જ સારી કસરત થઇ કહેવાય અને વધારે કેલરી બળે.
હકીકત: આ માન્યતા પણ તદ્દન ભૂલભરેલી છે, જેમ કે શિયાળાની સવારમાં પિસ્તાળીસ મિનિટ ચાલવાથી પસીનો બિલકુલ ના થાય, જ્યારે ઉનાળામાં વીસ મિનિટ ચાલવાથી પણ ખૂબ જ પસીનો થાય પણ ઓછી કેલરી બળે. અહીં પણ સવાલ ફ્લ્યુઇડ લોસનો છે. તેથી પરસેવાનું પ્રમાણ એ કસરતની કવોલિટી કે ઇન્ટેન્સિટીનું સૂચક નથી. એરકન્ડિશન્ડ હેલ્થક્લબમાં કસરત કરતાં પરસેવો ન થાય તેવું બને.
ખોટી માન્યતાઓ:
- એક્સરસાઇઝમાં ખૂબ જ પરસેવો થાય તો જ સારી કસરત થઇ કહેવાય
- પગના અંગૂઠા પકડવાથી પેટ ઉપર દબાણ આવવાથી પેટનો ભાગ ઘટે છે.
માન્યતા: કમરથી આગળ ઝૂકીને પગના અંગૂઠા પકડવાથી પેટ ઉપર દબાણ આવવાથી પેટનો ભાગ ઓછો થાય છે. એ પેટની સારામાં સારી કસરત છે.
હકીકત: આપણે એવી ગેરમાન્યતાથી દોરવાઇએ છીએ કે શરીરના જે ભાગ પર દબાણ આવે તે ભાગ ઓછો થાય. મારા અનુભવ પ્રમાણે 100માંથી 60 ટકા લોકો પેટ ઓછું કરવા માટે આ કસરતનો ઉપયોગ કરે છે. આ આટલું સરળ હોય તો પેટ ઉપર વજનદાર પથ્થર મૂકી દેવાથી જ વજન ઓછું થઇ જાત. અંગૂઠા પકડવાની કસરત એ એક ‘હેમસ્ટરિંગ સ્ટ્રેચિંગ’ એક્સરસાઇઝ છે અને જે લોકોને કમરનો દુખાવો હોય તેમના માટે તો આ કસરત બિલકુલ સલાહભરેલી નથી. મોટી ઉંમરના લોકો માટે પણ આ કસરત સલાહભરેલી નથી. તો પ્રશ્ન એ થાય કે પેટ કઇ રીતે ઓછું કરવું.
આ માટે એક વાત સમજી લઇએ કે જ્યારે સૂઇને ઢીંચણ વળેલા હોય ત્યારે છાતીનો ભાગ ઢીંચણ સુધી આવે અથવા ઢીંચણ છાતી સુધી આવે ત્યારે સારામાં સારી પેટની કસરત થાય છે. હા, એક વાત યાદ રાખજો કે આ કસરત દરમિયાન ‘હીપ’ અને ‘ની’ વળેલાં હોવાં જોઇએ અને ઢીંચણ સીધા ના જ હોવા જોઇએ, નહીંતર કમરમાં દુખાવો થવાની શક્યતા રહે છે.
માન્યતા: સ્ત્રીઓએ ‘વેઇટ ટ્રેઇનિંગ’ની કસરત ના જ કરવી જોઇએ.
હકીકત: આ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. હકીકતમાં સ્ત્રીઓમાં લાંબો સમય કસરત કરવા છતાં વજન ઓછું નહીં થવાનું મુખ્ય કારણ પણ આ ગેરમાન્યતા છે. તેઓ એવું માને છે કે ‘વેઇટ ટ્રેઇનિંગ’ કરવાથી સ્નાયુઓમાં ‘ગોટલા’ થઇ જશે અને સારું નહીં લાગે. હકીકતમાં ગોટલા (સ્નાયુબદ્ધ) શરીર બનાવવા માટે પુરુષોએ પણ ખૂબ જ ડિસિપ્લિન્ડ કસરત લાંબો સમય કરવી પડે છે. વળી સ્નાયુઓ ફૂલવા માટે જવાબદાર ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ સ્ત્રીઓમાં હોતું જ નથી, તેથી આવું થવાની શક્યતા નથી. સ્ત્રીઓ માટે લાઇટ વેઇટ ટ્રેઈનિંગ ખૂબ સલાહ ભરેલ છે. બે પાઉન્ડ કે ચાર પાઉન્ડના ડમ્બેલ્સ અથવા ફિઝિયોથેરપી ક્લિનિકમાં હોય છે તેવા થેરાબેન્ડ સાથેની કસરતો ખૂબ જ લાભદાયી નીવડે છે.
એ માટે કવોલિફાઇડ ફિઝિયોથેરાપીસ્ટ પાસે આ બધી જ કસરતો શીખી લેવી જરૂરી છે. અઠવાડિયામાં બે દિવસ વેઇટ ટ્રેનીંગ કે ‘રેઝીસ્ટ્રીવ ટ્રેઇનીંગ’ ચારથી પાંચ દિવસ એરોબિકસ એક્સરસાઇઝ અને છ દિવસ એબ્ડોનીમલા એક્સરસાઇઝ એટલે કે પેટ ઓછું કરવાની કસરત આટલું આયોજનપૂર્વક કરો એટલે ઘરે બેઠા વજન ઓછું કરવાનો માર્ગ ખૂલી જશે.

No comments:
Post a Comment