Thursday, 4 August 2011

ખભાની અસહ્ય વેદના વિશ્વાચી

 
જ્યાં જ્યાં પીડા ત્યાં ત્યાં વાયુનું મહત્વ ગણ્યું છે. તેમાં આ રોગમાં વિકૃતવાયુ ભારે પીડા કરે છે.

આયુર્વેદની પરિભાષામાં આ રોગને વિશ્વાચીના નામથી ઓળખવામાં આવે છે. આધુનિક વૈદકમાં પેરીઆથ્રૉઇટિસનાં લક્ષણોને મળતો આ ઉપદ્રવ છે. આયુર્વેદ જ્યાં જ્યાં પીડા ત્યાં ત્યાં વાયુનું મહત્વ ગણ્યું છે. તેમાં આ રોગમાં વિકૃતવાયુ ભારે પીડા કરે છે. વાયુના યંત્ર નિયંત્રે તમ ગચ્છાતિ મેઘવત એટલે કે શરીરમાં પિત્ત, કકુ મળો અને ધાતુઓ પાંગળા છે અને વાયુની વિકૃતિ થવાથી શરીરની શિરાઓનું શોષણ કરી તે સાંધાઓમાં દોષ પેદા કરીને વિશ્વાચી જેવો રોગ પેદા કરે છે.

આ રોગમાં હાથના મૂળ પાસેની માંસપેશીઓની ક્રિયા અથવા તેની શક્તિનો લોપ થવો એવો થાય છે. ચેતનાશક્તિ જતી રહે છે. અથવા તો ઘટી જાય છે. જેથી તેની હાથની ચલનક્રિયામાં વિક્ષેપ પેદા થાય છે.

કોઇ હાથ સીધા કરી શકતા નથી. જ્યારે કોઇ પાછળ લઇ જઇ શકતા નથી. જ્યારે કોઇ માથા તરફ ઊંચા લઇ શકતા નથી. શરૂઆતમાં હાથની ગતિ અવરોધાય છે અને ક્રમે ક્રમે તેનો હ્રાસ થતા હાથ ઊંચો ન કરી શકાય તેવી સ્થિતિ જઇ પહોંચે છે. આ દર્દવાળા હાથથી નાની કે મોટી ચીજ પકડવી કે ઊંચકવી ખૂબ જ મુશ્કેલ બને છે, અને પકડવાનો પ્રયત્ન કરવામાં ખૂબ જ પીડા થાય છે.

ઉપચાર :

‘વાતનાશક તેલ: મહારાસ્નાદિ કવાથ લઇ તેને પાણીમાં પલાળી બીજા દિવસે ઉકાળવું. 1/4 પાણી રહે ત્યારે ગાળીને કેસ્ટર ઓઇલ (દિવેલ) તેમાં નાખીને તેલ સિદ્ધ કરી લેવું. ૧ થી ૨ ચમચીની માત્રામાં અનુકૂળતા પ્રમાણે સૂંઠના ઉકાળા સાથે અથવા ગરમ પાણી સાથે લેવું. આ વાતનાશક તેલ સહેલાઇથી બનાવી શકાય તેમ છે. જે મોંઘું પણ નથી. આ તેલનો ઉપયોગ અમે ઘણા વર્ષોથી કરતા આવ્યા છીએ. આ તેલની સાથે વિષતુંડકવટીના પ્રયોજનથી હાથ, ખભાનો દુખાવો ઓછો થતો માલૂમ પડ્યો છે.

‘મહારાસ્નાદિ કવાથ: રાત્રે પલાળી સવારે ઉકાળી નગડોનાં પાન અને સૂંઠના ઉકાળા સાથે પીવાથી પણ રાહત થાય છે.‘યોગરાજ ગૂગળ (સાદો) 2 1/2 તોલો, મકરધ્વજ 1 તોલો, સુવર્ણભસ્મ 1/4 તોલો, 5 તોલા રાસ્નાસપ્તક કવાથનું ચૂર્ણ મેળવી બારીક ઘૂંટી નગોડના રસની ભાવના આપી બે-બે રતીની ગોળી બનાવી 2 ગોળી ત્રણ વખત લેવી. બૃહત વાતચિંતામણિ રસ અથવા યોગેન્દ્રરસ સવાર-સાંજ બે-બે ગોળી લેવી. મહાયોગરાજ ગૂગળ, પુતર્નવાદદિ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળની દરેક જાતની બે-બે ગોળી સવાર-સાંજ લેવી. એકાંગવીર રસ, વાતગજાકુશ રસ, પ્રવાલભસ્મ, શૃંગભસ્મ એક-એક રતીની માત્રામાં મેળવી સવાર-સાંજ લેવું. ભરડેલી મેથી દિવેલમાં શેકી રાખી રોજ સવારે ૧ ચમચી લેવી.

માલિશ માટે: મહાનારાયતેલ, વિષગર્ભ તેલ મેળવી જરી ગરમ કરી માલિશ કરવું. રેતી ગરમ કરી પોટલીમાં બાંધી રાત્રે શેક કરવો. સહન ન થાય તેવો દુખાવો હોય તો વેદનાતક રસ અથવા મહાવાતરાજ રસની બે-બે ગોળી જરૂર મુજબ લેવી.

આ રોગના રોગીઓમાં અનુભવ એમ કહે છે કે એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે. તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું એટલે રોગની પ્રકૃત્તિ રોગની અવસ્થા સાથે જુદી જુદી ઔષધો યોજવી જોઇએ. સામાન્ય રીતે વાતવિદવંશ રસ, મલ્વસિંદૂર, સિંકનાદ ગૂગળ તથા રાસ્નતાસપ્તક કવાથ વધારે ઉપયોગી સાબિત થયા છે.
ઉપરોકત બધી દવાઓમાંથી મહારાસ્નાદિ કવાથ અને એરંડતેલના મિશ્રણથી બનેલ તેલ ખૂબ જ ફાયદાકારક છે. ‘

No comments:

Post a Comment