Thursday, 4 August 2011

ભોજનનો વિકાર મહિલાની પ્રસૂતિનો વિલંબિત કરે છે

ખાઉધરાપણું-મંદાગ્નિ ધરાવતી મહિલાઓ માટે સારવાર જરૂરી

મહત્વાકાંક્ષી માતાઓ મહેરબાની કરીને ધ્યાન આપશો. ભોજનના વિકારથી પિડાતા હો તો તરત ડોક્ટરનો સંપર્ક કરશો કેમ કે નવા અભ્યાસમાં જણાવાયું છે કે આના લીધે પ્રસૂતિ શક્યત: વિલંબિત થઈ શકે છે. લંડનની કિંગ્સ કોલેજના સંશોધકોએ શોધી કાઢયું હતું કે ભોજનની વિકૃતિનો ઈતિહાસ ધરાવનારી મહિલાએ ઝડપથી પ્રસૂતા બનવા શક્યત: સંઘર્ષ કરવો પડે છે. એમ ‘બીજેઓજી : એન ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિકસ એન્ડ ગાયનાકોલોજી’ના અહેવાલમાં જણાવ્યું હતું.

યુકેની ૧૧,૦૦૦થી વધુ માતાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરાયો હતો કે આવી મહિલાઓએ પ્રજોત્પત્તિ માટેની બેથી વધુ વખત સારવાર લેવી પડે છે. અભ્યાસમાં સંશોધકોએ શોધી કાઢયું હતું કે મહિલાઓ ૩૯.૫ ટકા ખાઉધરાપણું અથવા મંદાગ્નિનો ઈતિહાસ ધરાવતી હોય છે. જેઓ સામાન્ય વસતીમાંથી મહિલાઓની સરખામણીએ છ માસ મોડી ગર્ભવતી થાય છે. આને લીધે તેઓને પ્રજોત્પત્તિ માટેની સારવારની વધુ જરૂર પડે છે.(સામાન્ય વસતીના ર.૭ ટકાની સરખામણીએ ભોજનની વિકૃતિવાળી મહિલાઓનો દર ૬.ર ટકા છે.)

જોકે આશ્ચર્યજનક વાત એ છે કે મંદાગ્નિનો શિકાર મહિલાઓના જૂથમાં વધુ પ્રસૂતિ જોવા મળે છે. બીબીસી દ્વારા કિંગ કોલેજના અગ્રણી સંશોધક ડૉ. અબીગેઈલ એસ્ટરે જણાવ્યું હતું કે, ‘સંશોધનમાં ભોજનની વિકૃતિથી પ્રસૂતિ સાથે સંકળાયેલા જોખમ તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે. જોકે મંદાગ્નિનો ઈતિહાસ ધરાવતી મહિલાઓમાં બિનઆયોજિત પ્રસૂતિનો દર જોતાં મહિલાઓને પ્રસૂતિની તકોને સમજવી મુશ્કેલ બની છે.’

No comments:

Post a Comment