સૂર્યનાં કિરણો ફાયદાકારક છે તેનો અર્થ એ નથી કે તેમાં વધુ સમય સુધી બેસી રહેવું જોઈએ, કેમકે તડકામાં વધુ સમય સુધી બેસવાથી સનબર્ન, સાથે જ સ્કીન કેન્સરનું પણ જોખમ વધી જાય છે. પરંતુ નક્કી કરેલી મર્યાદામાં સૂર્યનાં કિરણોનું સેવન તંદુરસ્તી માટે ફાયદાકારક છે. સીધા સૂર્યનાં કિરણોનો પ્રકાશ પડે એ રીતે બેસવાને બદલે હેટ-કેપ, સન કોટ કે સનસ્ક્રીન લગાવીને બેસવું જોઈએ.
વિટામિન ડી
સૂર્યપ્રકાશ શરીરને વિટામિન ડી બનાવવા માટે સ્ટીમ્યૂલેટ કરે છે. દરરોજ દિવસમાં ૧૦-૧૫ મિનિટ સુધી ચહેરા, હાથ અને પગને સૂર્યપ્રકાશના સંપર્કમાં લાવવા જોઈએ. જોકે આ સમય તમારી ત્વચાના પ્રકાર અનુસાર ઓછો-વધુ હોઈ શકે છે. જો કે દિવસમાં આટલો સમય તડકામાં રહેવું પૂરતું છે. વિટામિન ડી અનેક પ્રકારના કેન્સરથી બચાવે છે, સાથે જ લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે. જેનાથી હૃદયરોગમાં ફાયદો પહોંચે છે.
સેરોટોનિન
તે મગજમાં બનતાં સેરોટોનિને સ્ટીમ્યૂલેટ કરે છે, જેનાથી મૂડ નિયંત્રિત થાય છે. સેરોટોનિનનું ઉચ્ચ સ્તર મૂડને સકારાત્મક રાખે છે અને મગજને ફોકસ કરવામાં મદદ કરે છે. એન્ડોિર્ફન્સને રિલીઝ કરીને તે કુદરતી રીતે એન્ટી-ડપિ્રેસન્ટનું કામ કરે છે. સિઝનલ ડિપ્રેશનના કેસમાં આ પદ્ધતિ ઘણો ફાયદો પહોંચાડે છે.
રક્તસંચાર વધે છે
શરીરની લોહીની ધમનીઓને ફેલાવીને તે લોહીનો સંચાર વ્યવસ્થિત કરે છે. તેનાથી કોશિકાઓને વધુ ન્યુટ્રિએન્ટ્સ અને ઓક્સિજન મળે છે અને સ્વાસ્થ્યને ફાયદો પહોંચે છે. લોહીના દબાણને નિયંત્રણમાં રાખવામાં પણ સૂર્યપ્રકાશ મદદગાર છે.
ત્વચા માટે
જો સુરક્ષિત રીતે સનબાથ લેવામાં આવે તો ઘૂંટણ, એકઝીમા જેવામાં સુધારો જોવા મળ્યો છે. તે કેટલેક અંશે સ્ટ્રેચ માક્ર્સ અને વાઢીયાના નિશાનને પણ દૂર કરે છે.
ડાયાબિટીસમાં રાહત
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે,સૂર્યપ્રકાશમાં પૂરતા પ્રમાણમાં એકપોઝર અને વિટામિન ડીનું સ્તર બાળકોમાં થતા ટાઈપ-૨ ડાયાબિટિસ રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. કેટલાક અધ્યયનકર્તાઓનું માનવું છે કે, સૂર્યનો પ્રકાશ બ્લડશૂગરના સ્તરને પણ નિયંત્રણમાં રાખે છે.
રોગપ્રતિકારક ક્ષમતા
સૂર્યનાં કિરણો ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. સૂર્યપ્રકાશમાં થોડો સમય રહેવાથી શરીર વ્હાઈટ સેલનું વધુ નિર્માણ કરે છે, જે ચેપ ઘટાડે છે અને બેકટેરિયા કે વાઈરસથી થતી બીમારીઓને ઘટાડે છે.
સારી ઊંઘ માટે પણ દરરોજ થોડો સમય સૂર્યપ્રકાશમાં રહેવાથી મેલાટોનિનું નિર્માણ વધુ થાય છે, જે સારી ઊંઘ માટે ખૂબ જ જરૂરી હોય છે. ભૂખ વધારવામાં અને પાચનક્રિયાને સુધારવામાં પણ સૂર્યપ્રકાશ લાભદાયક છે
No comments:
Post a Comment