Thursday, 4 August 2011

પાણીપૂરીની પૂરી કરકરી કેવી રીતે બને?

 
 
- મિક્સર-ગ્રાઇન્ડરમાં દર છ મહિને મીઠું નાખીને ફેરવવાથી તેની બ્લેડ ધારદાર થઇ જશે.
- વેજ સેન્ડવિચને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે તેની નીચે અને ઉપર કોબીજના પાંદડા વીંટાળી રાખવા.
- નૂડલ્સ બાફીને પછી તરત જ તેમાં ઠંડુ પાણી ઉમેરી દેવામાં આવે તો તે એકબીજા સાથે ચોંટશે નહીં.
- પનીરને બ્લોટિંગ પેપરમાં વીંટીને ફ્રીજમાં રાખવામાં આવે તો તે લાંબો સમય સુધી સચવાઇ રહેશે.
- વાસી બ્રેડને ફરી ઉપયોગમાં લેવા માટે તેના પર દૂધ અને પાણી છાંટી થોડું મીઠું ભભરાવવું. ત્યાર બાદ આઠ- દસ મિનિટ ઓવનમાં રાખો.
- ક્રોકરી સાફ કરતી વખતે તેના પર સ્ક્રેચ ન પડે તે માટે વાયરના ગૂંચળાની વચ્ચે સ્પંજ રાખીને સાફ કરવું.
- પાલક અને મેથીને સમારીને તેને તડકામાં સૂકવીને પ્લાસ્ટિકની કોથળીમાં સાચવી રાખો. ચોમાસામાં તેને ચણાના લોટમાં ભેળવીને ગોટા બનાવી શકો છો.
- વાસણમાં ખોરાક દાઝીને ચોંટી ગયો હોય તો સાફ કરવા માટે લીંબુનો રસ અને મીઠું લઇને સાફ કરો. વાસણમાં ચોંટેલો બળી ગયેલો ભાગ સરળતાથી ઉખડી જશે.
- પાણીપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં ચણાનો અને ચોખાનો લોટ ભેળવવાથી તે વધારે કરકરી બનશે.

No comments:

Post a Comment