સીટી સ્કેન -એમઆરઆઇ દ્વારા રોગનું નિદાન અને સ્પાઇન કેનાલની જગ્યા કેટલી સાંકડી થઇ છે તે માપી શકાય છે
પ્રફુલ્લભાઇની ઉંમર ૭૦ વર્ષ છે. સરકારી બેંકમાં મેનેજર તરીકે નિવૃત્ત થયા બાદ પણ પોતાને ખૂબ સારી રીતે પ્રવૃત્ત રાખે છે. સવારે ગાર્ડનમાં ચાલવા જવાનું, દિવસના સમયમાં સામાજિક સંસ્થાઓ માટે કામ કરવાનું અને સાંજે મિત્રો સાથે ગપાટા મારવાના. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તકલીફ છે પરંતુ કંટ્રોલમાં છે.
હમણાં છેલ્લા છ મહિનામાં કંઇક નવું થયું છે. પહેલાં ગાર્ડનમાં ચાર-પાંચ ચક્કર મારી શકતા પ્રફુલ્લભાઇ હમણાં એક કે બે ચક્કર લગાવીને થાકી જાય છે. થોડીવાર આરામ કરે કે બધું નોર્મલ. ફરીથી એકાદ ચક્કર લગાવે અને થાકી જવાય. છેલ્લા અઠવાડિયાથી ઊભા રહેવામાં પણ થાક લાગતો હોય તેવું જણાય છે.
ફિઝિશિયનને બતાવ્યા બાદ ડાયાબિટીસ, લોહીના રિપોર્ટ, હૃદયનો કાર્ડિયોગ્રામ, ડોપલર ટેસ્ટ બધું નોર્મલ આવે છે. પ્રફુલ્લભાઇને ખાસ ચિંતા છે કે ચાલવાનું ઓછું થઇ જશે તો ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની તકલીફ વધી જશે.
છેલ્લે એમઆરઆઇનો રિપોર્ટ કરાવ્યો છે જેમાં મણકાની તકલીફ બતાવે છે.
શું છે આ તકલીફ?
પ્રફુલ્લભાઇને લગતી તકલીફને તબીબી ભાષામાં સ્પાઇનલ કેનાલ સ્ટીનોસીસ કહે છે.
સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજજુ અને મણકાના જે ભાગમાં કરોડરજજુ હોય તેને સ્પાઇનલ કેનાલ કહે છે. સ્ટીનોસીસ એટલે સાંકડું થઇ જવું. આમ, કરોડરજજુની આસપાસની જગ્યા સાંકડી થઇ જવાથી થતી તકલીફને સ્પાઇનલ કેનાલ સ્ટીનોસીસ કહે છે.
કારણો
-ઉંમરને લીધે મણકામાં થતો ઘસારો એ આ રોગનું મુખ્ય કારણ છે. જેનાથી મણકાના સાંધામાં ઘસારો થઇ સાંધા પર સોજો આવી જાય છે. આ સિવાય લિગામેન્ટ અને ગાદીની તકલીફથી કેનાલ વધારે સાંકડી થતી જાય છે.
-મણકાનું એકબીજા પર ખસી જવું. સ્પોન્ડાયલોલસ્થિસીસ
-જન્મજાત મણકાની તકલીફ વગેરે આનાં મુખ્ય કારણો છે.
લક્ષણો
-કમરનો દુખાવો
-પગમાં ઊભા રહેવાથી કે ચાલવાથી
-દુખાવો થવો
-ઝણઝણાટી થવી
-પગમાં ભાર લાગવો
-ખાલી ચડવી, ગાદી પર ચાલતા હોય તેવો ભાસ થવો
-બેસવાથી કે આરામ કરવાથી તકલીફ ઓછી થાય છે. ધીમે ધીમે આ તકલીફ વધતી જાય છે અને દર્દીને થોડું ચાલવામાં કે ઊભું રહેવામાં પણ તકલીફ પડી શકે છે.
નિદાન
સીટી સ્કેન કે એમઆરઆઇ દ્વારા આ તકલીફનું નિદાન કરી શકાય છે અને સ્પાઇન કેનાલની જગ્યા કેટલી સાંકડી થઇ છે તે ચોક્કસ માપી શકાય છે. ઘણા કેસોમાં નસ માટેના રિપોર્ટ ઇએમજી/એનસીવી કરાય છે જેના દ્વારા કઇ ચોક્કસ નસની તકલીફ છે તે જાણી શકાય છે.
સારવાર
*દવા-ગોળીઓ દ્વારા સારવાર: શરૂઆતના તબક્કામાં દુખાવા તથા સોજો ઓછો કરવાની દવાઓ અને ચોક્કસ પ્રકારની કસરતોથી આ રોગ થતો અટકાવી શકાય.
*પેઇન મેનેજમેન્ટ દ્વારા સારવાર: દર્દીને મણકાના ક્યા ભાગમાં તકલીફ છે તે જાણી લાઇવ એક્સ-રેની મદદથી જે તે ભાગમાં દબાણ હોય ત્યાં સોય દ્વારા પહોંચાડવામાં આવે છે અને નસ પરનો સોજો તથા આજુબાજુનો સોજો ઓછો કરવા માટેની દવા આપવામાં આવે છે. આ દવાઓ સ્ટીરોઇડ કે ઓઝોન વાયુ હોઇ શકે જે નસની આસપાસનું દબાણ ઓછું થાય છે.
અહીં વિશેષ નોંધમાં સ્ટીરોઇડ વિશે આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ છે. આ પ્રકારના કિસ્સામાં ચોક્કસ પ્રકારનું સ્ટીરોઇડ આપવામાં આવે છે. જે મણકાના જે તે ભાગમાં રહી ત્યાં જ અસર કરે છે અને આ પ્રકારની સારવારના ચોક્કસ નિયમ હોય છે. જેવા કે આ સારવાર છ મહિનામાં ત્રણ વખત કરી શકાય છે. જેથી સ્ટીરોઇડને લગતી આડઅસરો ઓછી થાય છે અને દર્દીને નુકસાન થતું ઓછું કરી શકાય છે.
*એમએલસીડી પ્રોસિઝર દ્વારા સારવાર
આ એક નવીનત્તમ સારવાર છે. જેના દ્વારા ઓપરેશન વગર નસ પરનું દબાણ દૂર કરી શકાય છે. જેને મિનિમલી ઇનવેઝીવ લમ્બાર ડિમ્પ્રેશન કહે છે. હાલમાં આ સારવાર અમેરિકામાં ખૂબ પ્રચલિત છે.
*ઓપરેશન દ્વારા સારવાર
જો દર્દીની તકલીફ ખૂબ વધારે હોય તો ઓપરેશન દ્વારા મણકાની નસ કે કરોડરજજુનું દબાણ દૂર કરી શકાય છે. ઘણા દર્દીઓને એક કરતાં વધારે જગ્યા પર તકલીફ હોય તો મણકામાં સ્ક્રૂ કે રોડ બેસાડી મણકા ફ્યૂઝ કરવાની પણ જરૂર પડે છે. આ માટે સ્પાઇનના નિષ્ણાત સર્જનની જરૂર હોય છે. ઓપરેશન દ્વારા દર્દીને પગમાં થતી તકલીફમાં ઘણા સુધારો થઇ શકે છે. કમરની તકલીફમાં બહુ ફરક પડતો નથી. આવા દર્દીઓને પણ પેઇન મેનેજમેન્ટની સારવાર દ્વારા ઘણો ફાયદો થાય છે.‘

No comments:
Post a Comment