Thursday, 4 August 2011

ભોજનની સાથે જોડાયેલી આ ગેરસમજોને તાત્કાલિક છોડી દો

ખાણી- પીણીના વિષયમાં દરેક વ્યક્તિએ પોતાનું અલગ માઇન્ડ સેટપ કરી રાખ્યું છે.પરંતુ એવી ઘણી ગેરસમજો છે જેને કારણે આપણે સાચાં ખાન-પાનને અવગણીને બીમારીઓને આમંત્રણ આપીએ છીએ.


આવો, જાણીએ આવી જ મુખ્ય ગેરસમજો જે સામાન્ય રીતે આપણી દિનચર્યામાં જોવા મળે છે.

1 – જરૂર કરતાં પણ વધારે અને પાચન ક્ષમતાંથી વધારે ભોજન શરીરને તાકાતવાન નહિ પરંતુ વધારે નબળુ બનાવે છે.

2- જમ્યા બાદનું તે ખાવાનું પચે તે પહેલાં જ ફરીથી બીજી વાર ખાવાથી પણ પાચન તંત્રમાં ગડબડ ઊભી થાય છે.

3 - વધારે ઘી-દુધ, માવા-મિઠાઇ અને પકવાન ખાવાથી નહિ પણ આવી ભારે વસ્તુઓને પચાવવાની ક્ષમતાથી શરીર પાચન ક્ષમતા નબળી થાય છે.

પાચન શક્તિથી વધારે પૌષ્ટિક ભોજન કરવાથી કબજિયાતની સમસ્યા થાય છે.

4 – કટાણે ભોજન કરવાથી પણ શરીરની શક્તિ બરબાદ થાય છે.

5 – પર્યાપ્ત પરિશ્રમ અને શારીરિક મહેનત કર્યા વગર જ વારંવાર ભોજન કરવાથી શરીરમાં બીમારીઓ ધીમે-ધીમે ઘર બનાવી લે છે.

6 - આ વિચારવું તદન ગેરસમજ ભર્યુ છે કે ઇંડા અને માંસાહાર કરવાથી શરીર શક્તિશાળી બને છે, તમે શાકાહારી કે સાદું ભોજન કરીને પણ સર્વ શક્તિશાળી બની શકો છો, પરંતુ શરત એ છે કે તમારી

પાચન શક્તિ સારી હોવી જોઇએ. શક્તિનું પ્રતીક ઘોડો આખું જીવન ઘાસ ખઇને પણ શક્તિશાળી બની જાય છે.

7 – 25- 30ની ઉંમરને પાર કર્યા બાદ શરીરમાં પહેલા જેવી પાચન શક્તિ રહેતી નથી આ માટે 30 વર્ષનાં આયુષ્ય બાદ પેટ ભરીને જમવાની ટેવ પણ છોડી દેવુ જોઇએ.

No comments:

Post a Comment