બાળકને કૃમિ થયા હોય તો તેનું ઊંઘમાં દાંત કચકચાવવાનું વધી જાય, ભૂખ ઘટી જાય અને ક્યારેક પેટમાં દુખે છે તેમ જ પેશાબમાં રસી થઇ શકે છે.
કૃમિને તબીબી ભાષામાં પીન અથવા સીટ વોર્મ પણ કહે છે. ટાંકણીથી પણ નાના આ કૃમિ મોટા આંતરડામાંથી રાત્રે ગુદા દ્વારથી બહાર આવી તેની આસપાસ ઇંડા મૂકે છે. એક માદા કૃમિ તેના જીવનકાળ દરમિયાન ૧૦,૦૦૦ ઇંડા મૂકી શકે છે. માદા કૃમિ ઇંડા મૂકી પાછી આંતરડામાં જતી રહે છે. બહાર રહી ગયેલી માદા કૃમિ બાળકના મળ પર સર્પની જેમ હલનચલન કરતાં નરી આંખે જોઇ શકાય છે.
આ કૃમિના હલનચલનથી બાળકને ગુદા દ્વાર પર ખંજવાળ આવે છે. તે ખંજવાળે ત્યારે આ ઇંડા તેના નખમાં ભરાય છે અને બાળકના હાથથી એનો બીજે બધે ફેલાવો થાય છે. આ ઇંડાવાળા આંગળાં જો બરાબર સાફ કરવામાં ના આવે તો જ્યારે બાળક જમે, અંગુઠો ચૂસે અથવા નખ કરડે ત્યારે આ ઇંડા બાળકના મોંમાં દાખલ થાય છે. ત્યાંથી આંતરડામાં પહોંચી ફરી પુખ્ત વયના કૃમિ બને છે. આમ ગુદા દ્વારે રહેલાં ઇંડા બાળકને ફરીથી ચેપ લગાડે છે અને બાળકને ગુદા દ્વારે ખંજવાળેલો હાથ જ્યાં જ્યાં અડે ત્યાંથી કુટુંબના અન્ય સભ્યને પણ ચેપ લાગે છે. દા.ત. બાથરૂમમાં હેન્ડલ, સાબુદાની, રૂમાલ, રમકડાં, ચાદરો, પાણી પીવાનો ગ્લાસ વગેરે. આ ઇંડાં આ બધી જગ્યાએ, સ્વિમિંગ પુલમાં, પાણીમાં ૧૫ દિવસ જીવીત રહી શકે છે. આમ, એમનો વંશવેલો ચાલુ રહે છે. તે કાર્યમાં બાળક તથા કુટુંબીજનો ભાગીદાર બને છે. ઘરમાં પાળેલાં કૂતરા, બિલાડીના વાળ દ્વારા પણ ઇંડાંનું વહન થઇ શકે છે. કૃમિ રોગને કારણે બાળકની ઊંઘ પૂરી થતી નથી. બીજા દિવસે થાકેલું, ચીડિયું રહે છે. ભણવામાં ધ્યાન આપી શકતું નથી. રાત્રે પૂંઠે ખૂબ ખંજવાળ આવે. ઊંઘમાં દાંત કચકચાવવાનું વધી જાય છે. ભૂખ ઘટી જાય, ક્યારેક પેટમાં દુખે, પેશાબમાં રસી થઇ શકે. રાત્રે પથારીમાં પેશાબ પર આવેલો કાબુ જતો રહે છે અને બાળક ફરી પથારીમાં પેશાબ કરવા માંડે છે. આનાથી બચવા માટે ઘરમાં ચોખ્ખાઇનું સ્તર વધારવું.
એક બાળકને આ કરમિયાં થયા હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી. બાળકને સંડાસ બાદ જમતાં પહેલાં હાથ બરાબર ધોતાં શીખવવું. નખ નિયમિત કાપવા, ચાદરો, ઓશીકાંનાં કવર, રમકડાં બરાબર ધોવાં. બાથરૂમ, બેઝિનની સફાઇ બરાબર કરવી. બાળકને ગુદા દ્વાર પર ખંજવાળ વારંવાર આવે તો તરત તેની ફરિયાદ ધ્યાનમાં લઇ ડોક્ટરને મળવું. આ બાબતમાં જરાસરખી પણ બેદરકારી દાખવવી હિતાવહ નથી કેમ કે તેના લીધે બાળક વધારે પરેશાન થાય છે.

No comments:
Post a Comment