ઊંઘનું શાસ્ત્ર જો જાગૃત થઇને વાંચીએ તો પહેલો ફાયદો શરીરને અને બીજો ફાયદો મનને થવાનો છે પણ, આ માટે આપણે આપણને જોતાં શીખવું પડે.
મનોજ શુક્લ, ખુલ્લી વાતખુલીને
ચીનની એક વિચારધારા ખૂબ જ સરસ છે. તેમાં જણાવ્યું છે કે, તમે જો જગતથી કોઇ વસ્તુ છુપાવવા માગતા હોય તો તેને જગતની વચ્ચે મૂકી દો: અતિ નૈકટ્ય-માંથી પ્રગટતી અવગણનાની આ વાત છે. આ વાત આપણી ઊંઘ ઉર્ફે નિદ્રાને પણ સીધેસીધી લાગુ પડે છે. કારણ કે આપણે આપણી ઊંઘ માટે ચિંતા કરતા હોઇએ તેવું ભાગ્યે જ બનતું હોય છે. હકીકતમાં તો આપણે આપણી ઊંઘ માટે મોટે ભાગે બેદરકાર જ રહીએ છીએ.
આવો, આજે ઊંઘ માટે જાગૃત થઇને કશુંક વિચારીએ.
‘ઊંઘ માટેની સૌથી અગત્યની વાત એ કે રાત્રે જેટલા વહેલા સૂઇ જાઓ તેટલો વધારે લાભ મળે. આ બાબતનું ગણિત એવું છે કે જો તમે રાત્રે ૯ વાગે સૂઇ જાઓ અને સવારે ૪ વાગે ઊઠો તો તમારી નિંદર સાત કલાકની થાય. પણ તમને આરામ ૧૦ કલાક સૂતા હો તેટલો મળી જાય. એ જ રીતે તમે રાત્રે ૧૦ વાગે સૂઇ જાઓ અને સવારે ૫ વાગે ઊઠો તો તમારી નિંદર સાત કલાકની થાય. પણ તમને આરામ ૯ કલાક સૂતા હો તેટલો મળી જાય. આ રીતે ગણતરી કરતાં આગળ વધો તો તમે જેટલા મોડા સૂઓ તેટલું તમને આરામમાં નુકસાન. ઊંઘ માટે વહેલા પથારી ભેગાં થઇ જવું દરેક રીતે હિતાવહ છે કારણ કે તમે રાત્રે એક વાગે સૂઓ અને સવારે ૮ વાગે ઊઠો તો તમારી નિંદર ૭ કલાકની થઇ ગણાય પણ એમાંથી મળતો આરામનો પુરવઠો માંડ પાંચ કલાકનો હોય.
‘નિદ્રા અંગે મુકુન્દરાય પારાશયેg એક વાત લખી છે, જે ખાસ નોંધપાત્ર છે. ૧૯૩૫-૩૬ની વાત છે. તેમના પિતાને તાવ આવ્યો-૧૦૬ ડિગ્રી થઇ ગયો. તેમના મોટીબાએ તેમના માતૃશ્રીને કહ્યું કે વહુ મોઢું જોઇ આવો. કોઇ ઉભરો દેખાય છે? વહુએ આવીને કહ્યું મને તો નિરાંતે ઊંઘતા હોય તેવું લાગે છે. એ પછી મોટીબાએ કોઇ ડોક્ટરને વિઝિટ કરાવવાની જરૂર નથી તેમ જણાવ્યું અને બીજે દિવસ રાતથી તેમના પિતા સાજા થવા માંડ્યા. આ પછી મુકુન્દરાયે મોટીબાને પૂછ્યું કે ઊંઘતા હોય તેથી વગર દવાએ રોગ મટે એમ કેવી રીતે કહેવાય? મોટીબાનો જવાબ: રોગનો ઉભરો મોઢા ઉપર આવે. એ ઉભરો ઊંઘમાં વધારે આવતો હોય તો દર્દી વધારે પડતો માંદો છે તેમ સમજવું પણ જો નિરાંતની ઊંઘ હોય અને ઉભરો ઓછો હોય તો ચિંતા કરવા જેવું નથી તેમ માનવું. આપણા ડોશી વૈદામાં પણ ઊંઘનું મહત્વ આ રીતે કરાયું છે.
‘સમજુ માણસ જાગતા ઘણું છુપાવે છે. મોઢા પર કંઇ જણાવવા દેતાં નથી, પણ ઊંઘમાં દરેક જાતના ઉભરા મોઢા પર આવી જાય છે અને ત્યારે માણસ ખરેખર શું અનુભવે છે તે દેખાય છે.
‘મહાભારતમાં અર્જુન લક્ષ્યવેધ કરીને દ્રૌપદીને પરણ્યો ત્યારે બ્રાહ્નણવેશે હતો. પછી દ્રુપદરાજાએ પુત્ર ધ્યૃષ્ટધ્યુમ્નને આવીને રિપોર્ટ કર્યો કે ચિંતા કરવા જેવું નથી. દ્રૌપદી સૂતી હતી પણ તે પ્રસન્ન હતી, મોઢા પર દુ:ખની રેખા પણ નહોતી.
‘મહાભારતમાં ભીમે પણ કુંતામાતાને ઊંઘમાં દુ:ખી ચહેરાવાળા જોયા ત્યારે અનુભવ્યું હતું કે હિસ્તનાપુરની આ રાજમાતા અને ભગવાન કૃષ્ણની ફોઇ પણ અમારી સાથે પોતાનું દુ:ખ છુપાવીને જીવે છે.
‘ઊંઘ વ્યક્તિને ઊર્જા આપે છે તેથી નિદ્રા લેતા અગાઉ મન અને શરીરને હળવું કરવું જોઇએ. શરીરને હળવું કરવા માટે સ્નાન કરવું અને મનને હળવું કરવા કશુંક સારું વાંચવું. ટીવીની હળવી શ્રેણી પણ જોઇ શકાય.
‘ઊંઘ પાસે કેટલી તાકાત છે તે પણ સમજવા જેવું છે. સારી નિદ્રા તમારી પાચનક્રિયાને સરળ કરી આપે છે. સારી ઊંઘ તમને હાઇ બી.પી. ઘટાડવામાં મદદ કરે છે. સરસ ઊંઘ તમને માનસિક ઉચાટમાંથી બહાર આવવામાં મદદ કરે છે. સારી ઊંઘ તમારી ભૂખ ઉઘાડે છે. સારી ઊંઘ તમને વિચારશીલ અને તમને ઉત્સાહમાં રાખે છે.
‘રાત્રિની ઊંઘ જો પૂરતી ન થઇ હોય તો દિવસે સૂઇને ઊંઘનો કુલ કવોટા પૂર્ણ કરવો.
‘નિયમિત રીતે ઉજાગરો કરતાં લોકોએ અઠવાડિયામાં એક વાર વહેલા સૂઇ જઇ ઉજાગરાને કારણે શરીરને પડેલી ખોટ પુરવાનો પ્રયત્ન કરવો જોઇએ.
‘રાત્રે કે દિવસે ભોજન લીધા પછી ઓછામાં ઓછા એક કલાક પછી સૂવું હિતાવહ છે.

No comments:
Post a Comment