ચહેરાની ત્વચાના મૂળભૂત રંગમાં ફેરફાર કરીને તેના પર ડાઘ-ધબ્બા સ્વરૂપે ઊપસી આવતી સમસ્યા એટલે જ મોથ સ્પોટ. મોથ સ્પોટ નામની આ સમસ્યા મહદંશે પુખ્ત સ્ત્રીઓમાં જોવા મળતી હોવા છતાં પુરુષો પણ તેનાથી બાકાત નથી.
મોથ સ્પોટના ઉદ્દભવ પાછળનાં કારણો અંગે જોઇએ તો લાંબા સમય સુધી વધુ પડતા તડકાનો સંપર્ક અથૉત્ અતશિય સન એક્સ્પોઝર સ્ત્રીઓમાં ખાસ કરીને ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન હોર્મોનનું અસંતુલન, ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ, રક્ત ઊણપ એટલે કે એનેમિયા તથા શરીરમાં પોષકતત્વોની અધૂરપ જેવાં પરિબળો કારણભૂત હોય છે. ઉપરોકત એક કે તેથી વધુ પરિબળોના સમન્વયની અસર હેઠળ ત્વચાના મૂળભૂત રંગ જેવા જવાબદાર રંજકદ્રવ્ય મેલેનીનનું ઉત્પાદન વધી જાય છે અને પરિણામસ્વરૂપ ત્વચા ઉપર આછા કે ઘેરા કથ્થાઇ રંગના ડાઘ-ધબ્બા મોથ સ્પોટ રૂપે ર્દશ્યમાન થાય છે.
મોથ સ્પોટની લાક્ષણિકતા ગણો કે વિશિષ્ટતા તે માત્ર ચહેરાના ભાગે જ દેખાઇ આવે છે. આંખની નીચેના બંને ગાલના ઉપરી હિસ્સા અને નાકના ભાગને આવરી લેતી મોથ સ્પોટની આ સમસ્યા ચોકલેટી સ્કીનટોન ધરાવતી વ્યક્તિઓમાં વિશેષત: જોવા મળે છે. શરૂઆતના તબક્કામાં ગાલના ભાગે છુટાછવાયા આછા કે ઘેરા કથ્થાઇ રંગના નાનાં નાનાં ટપકાં સ્વરૂપે જોવા મળતા મોથ સ્પોટ સમય જતાં બંને ગાલના ઉપરી હિસ્સામાં અને નાક પર વિસ્તૃતરૂપથી ફેલાયેલા અનિયમિત આકારના ધબ્બા સ્વરૂપે વિકાસ પામે છે.
મોથ સ્પોટની સમસ્યાથી બચવા માટે અને તેની તીવ્રતા ઘટાડવા માટે શક્ય હોય ત્યાં સુધી તડકાનો વધુ પડતો સંપર્ક ટાળો. તાપમાં ફરતી વખતે ચહેરો ઢાંકીને બહાર નીકળો. કોસ્મેટિકસ અથૉત્ સૌંદર્ય-પ્રસાધનોનો વધુ પડતો વપરાશ ન કરવો. ચહેરો સાફ કરવા માટે માઇલ્ડ સોપનો ઉપયોગ કરો. સમતોલ અને સાત્વિક આહાર લો.
મોથ સ્પોટની સમસ્યાના નિવારણ માટે હોમિયોપથીમાં સેપિયા, સલ્ફર, કોલોફાયલમ, લાયકોપોડિયમ વગેરે જેવી દવાઓ ઉપલબ્ધ છે. હોમિયોપથીના સિદ્ધાંત અનુસાર મોથ સ્પોટની સારવાર દરમિયાન તેને સંલગ્ન હોર્મોનલ ઇમ્બેલેન્સ જેવી સમસ્યાઓનું પણ આપમેળે સમાધાન થઇ જતું હોવાથી વ્યક્તિને સંપૂર્ણરૂપથી સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય છે.

No comments:
Post a Comment