Tuesday, 6 September 2011

આ વાસ્તુ ટિપ્સથી તમારા ઘરની નેગેટિવ ઊર્જા(Negative enrgy) દુર જ રહેશે

- ઘરનાં સભ્યોના સ્વાસ્થયથી લઇને પ્રગતિ- એમ દરેક રીતે અસર કરતી નેગેટિવ ઊર્જા પાછળ વાસ્તુદોષ મહત્વનો ભાગ ભજવે છે. - ઘરમાં રહેલી આ નેગેટિવ ઊર્જાને કારણે ઘરમાં વિખવાદ અને વિવાદો સર્જાય છે.
આવો ,ઘરમાંથી આ નેગેટિવ ઊર્જાને દુર કરવાનાં કેટલીક વાસ્તુ ટિપ્સ જાણીએ

1. ઘરના આંગણામાં સુકાયેલા વૃક્ષો ન રાખવા.આ પ્રકારના વૃક્ષો કપાવી દેવા.

2. ઈંટિરીયર ડેકોરેશન માટે કેટલીક એવી કલાકૃતિઓનો પ્રયોગ થાય છે જે સુકી કે ઠૂંઠી હોય તો તેની નકારાત્મક આકૃતિ બને છે . આ પ્રકારની મૃતપ્રાય વસ્તુઓ સજાવટ માટે સારી માનવામાં નથી આવતી. તેના પ્રયોગથી બચવું જોઈએ.

3. જો ડ્રોઈંગરુમમાં ફૂલો સજાવવામાં આવે તો તેને બદલવા પણ જરુરી છે. કેમ કે મુર્ઝાયેલા ફૂલો નકારાત્મક ઉર્જા અપાવે છે.

4. ક્યારેક બેડરુમની બારીમાંથી નકારાત્મક વસ્તુઓ જોવા મળે તો સુકા વૃક્ષો, ફેક્ટરી અને ચિમનીમાંથી નીકળતો ધુમાડો જોવા મળે તો બારીઓ પર પડદો નાખી દેવો.

5.કોઈ પણ ભવનના મુખ્ય દ્વાર પાસે બિલકુલ સામે વિજળીના ટ્રાન્સફોર્મર મળે તો તેનાથી ખતરો રહે છે. આ દ્રશ્યથી નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે.

6. જૂના મકાનની અંદરની દિવાલોમાં સીલન ઉભી થાય ત્યારે તેમાં બનતી આકૃતિઓ પણ નકારાત્મક ઉર્જા ઉભી કરે છે. આ દિવાલોનું જલ્દી રિપેરીંગ કરાવવું જરુરી છે.

No comments:

Post a Comment