આજકાલનાં અનિયમિત ખાનપાન અને નિયમિત કસરતનાં અભાવનાં કારણે લોકોને નાની ઉંમરમાં જ ટમી (ફાંદ) નીકળે છે. વેસ્ટર્ન ઇમેજમાં તો ટમીને જરાય સંતાડી શકાતું નથી. આવામાં યોગાસન જ એક માત્ર એવો ઉપાય છે કે જેનાથી પેટને સાચો આકાર આપી શકાય છે
આસનની વિધિ – કામળો કે શેતરંજી બિછાવી લો. તેના પર ઊભા રહીને પગની વચ્ચે થોડુ અંતર રાખીને ઊભા રહો તથા છાતીને સીધી રાખો. હવે ઊંડા શ્વાસ લેતા જાઓ અને તેની સાથે કમરને જેટલી વાળી શકો તેટલી વાળો, જમણી-ડાબી બન્ને તરફ 30-40 સેકંડથી પ્રારંભ કરીને બે મિનિટ સુધી તેમ ધીરે-ધીરે સમય વધારો.
આસનનાં લાભ – હસ્ત કટિપાદાસનનાં નિયમિત અભ્યાસ ખભાને લચીલા અને પુષ્ટ બનાવે છે.બાવડાઓને મજબુત બનાવે છે. વાયુ રોગોથી દુર રાખે છે.છાતી અને કમરનાં રોગોથી બચવા માટે આ આસન અતિ ફાયદાકારક છે. લોહી શુદ્ધ થાય છે. ત્વચાની ચમક વધારે છે અને ચહેરાનું આકર્ષણ વધારે છે. આ આસનથી જાડા શરીરવાળા લોકોને 3-4 મહિનામાં જ ફાયદો થવા લાગે છે.તેનાથી કમર પાતળી અને આકર્ષક થાય છે.
આ ઉપરાંત ટમીને ઘટાડવા માટે ખાનપાન પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
- ભોજનમાં સલાડ વધારે માત્રામાં લો. ઓઇલી ફૂડ લેવાનું ટાળો.
- વધારે ફેટવાળું નોનવેજ ના લો તો સારું રહેશે.
- અઠવાડિયામાં ઓછામાં ઓછા ચાર દિવસ અડધા કલાક માટે કસરત કરો.
- એક જ જગ્યા પર લાંબો સમય સુધી બેસી રહેવાની જગ્યાએ ચાલવા-ફરવાનું વધારી લો. સક્રિય જીવનશૈલી પેટને સપાટ રાખવામાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.
- ભોજનમાં ફેટવાળા પદાર્થો અને ખાંડની માત્રા ઓછી કરી દો. તેના કારણે પાચનક્રિયા ખોરવાઇ જાય છે. ઓછા ફેટવાળા અને ખાંડવાળા પદાર્થો સરળતાથી પચી જાય છે

No comments:
Post a Comment