Sunday, 31 July 2011

ગુસ્સાને ભગાડવાં બસ આટલું કરો


અગાઉના સમયમાં અમુક વ્યવહાર માટે કેટલાક અલગથી રૂમની વ્યવસ્થા કરવામાં આવેલી રહેતી હતી. પહેલાં ગુસ્સો આવે તો તેના માટે પણ એક અલગથી રૂમ રહેતો હતો. અનુચિત અંગેની પણ એક શિસ્ત હતી.

વર્તમાનમાં આપણે ગુસ્સાને તો સાથે જ લઈને ફરતા હોઈએ છીએ. દરેકનો ગુસ્સો પોતાની અંગત બાબત હોય છે. કોઈને અમુક બાબતે ગુસ્સો આવતો હોય છે તો કોઈને કોઈક બીજી જ બાબત ગુસ્સે કરતી હોય છે. કામ, મદ અને લોભ અંગત નથી હોતાં. કામનું ધ્યેય અને કેન્દ્ર નક્કી હોય છે. મદ અને લોભની પરિસ્થિતિ પણ નક્કી હોય છે, પરંતુ ગુસ્સો કઈ વાતે આવે અને કઈ વાત પર ન આવે એ નક્કી કરવું કપરું છે.

તમે તમારા ગુસ્સાને જાતે જ ઓળખો. ગુસ્સાને ઠંડો કરવાની સૌથી સીધી અને સરળ રીત નિશ્વિંતતા છે. કોઈ એક વાત પર અટકી જવું ગુસ્સાનું કારણ બની જાય છે. કોઈએ આપણું અપમાન કર્યું અને આપણે એ અપમાનની વાત પર અટકી જઈએ તો સમજી લેવું કે ગુસ્સો આવી જશે. ગુસ્સો સંક્ષિપ્ત સ્વરૂપમાં આવેલું પાગલપણું છે. ગુસ્સાવાળી વ્યક્તિ અને પાગલ માણસ વચ્ચે મૌલિક અંતર કશું જ નથી. અંતર ફક્ત એટલું જ છે કે પાગલ માણસ સ્થાયી સ્વરૂપે પાગલ હોય છે જ્યારે ગુસ્સાવાળી વ્યક્તિ અસ્થાયી પાગલ.

આજે દરેક માણસ જવાળામુખી લઈને ફરી રહ્યો છે. જે વ્યક્તિના મનમાં ગુસ્સો ભરેલો હોય છે તેની આજુબાજુનું વાતાવરણ પણ અશાંત થઈ જાય છે. આપણાં ઘરોમાં હવે ગુસ્સો ઠંડો પાડવા માટે અલગથી રૂમ નથી હોતા. હવે તો મુખ્ય દરવાજાથી માંડીને અંદરના પ્રાંગણ સુધીની દરેક ચાર દીવાલો ગુસ્સો ઠારવાનું મકાન બની ગયા છે. ગુસ્સો દૂર કરવો હોય તો સ્વજનોને મળતા રહો અને અજાણ્યા તરફ સ્મિત રેલાવતા રહો.

તમારા માટે સફળતા કયા રંગોમાં છુપાયેલી છે? જાણો

 
 
  વાસ્તુ શાસ્ત્ર જેટલું વિસ્તૃત છે તેટલું જ ફાયદાકારક છે.એવા અનેક ઉપાયો જેના માધ્યમથી તમે સફળતાની ઊંચાઇ સર કરી શકો છો.

વાસ્તુમાં દરેક વ્યવસાય માટે દુકાન અને ઑફિસમાં કયો રંગ હોવો જોઇએ તે પણ આપવામાં આવ્યું છે,તમારા વ્યવસાય માટેનો શ્રેષ્ઠ રંગ તમને સફળતા શિખરો સુધી લઇ જશે.

દુકાન ભીંતો માટે શુભ રંગ

જ્વેલરી : ગુલાબી,સફેદ,આસમાની

કરિયાણું : આછો ગુલાબી,આસમાની તથા સફેદ

વસ્ત્ર : લીલો,આછો પીળો કે આસમાની

ચોપડી : પીળો,આસમાની,ગુલાબી

મેડિકલ : ગુલાબી,આસમાની,સફેદ

ગિફ્ટ : આછો ગુલાબી,સફેદ,પીળો,વાદળી

ઇલેક્ટ્રીક : સફેદ,ગુલાબી,આસમાની

ઇલેક્ટ્રોનિક્સ : ગુલાબી,સફેદ.આછો લીલો

કમ્પ્યુટર: ગુલાબી,સફેદ લાલ

બ્યુટી પાર્લર : સફેદ,આસમાની

Saturday, 30 July 2011

3 મીનિટમાં કરશે હાથનો દુખાવો દુર (જુઓ વીડિયો)

 
આખો દિવસ ઓફિસમાં કોમ્પ્યુટર વર્કને કરાણે હાથનો દુખાવો થવો સામાન્ય વાત બની જાય છે. પણ તમે ઓફિસમાં જ બેઠા બેઠા આખો દિવસ ટાઈપિંગ કે અન્ય કોમ્પ્યુટર વર્ક કરવાનું હોય છે જેથી હાથને આરામ મળતો જ નથી અને એકધાર્યુ કામ કરવાને કારણે કંઈ રિલેક્સેશન પણ મળતું નથી.

એવામાં કામમાંથી 5 મીનિટનો બ્રેક લઈ અપનાવી જૂઓ આ સામાન્ય એક્સેસાઈઝ આપને ઘણો ફાયદો

ડ્રાઇવિંગ કરતી વખતે આ 3 વાતોનું ધ્યાન રાખો

 
વાહન ચલાવવું હવે દરેક માટે અનિવાર્ય બની ગયું છે. પરિણામે પીઠનો દુખાવો, કરોડરજજુની તકલીફ અને ફ્રોઝન શોલ્ડર જેવી સમસ્યા ઉદ્દભવે છે. આ તો થઇ ડ્રાઇવિંગને લીધે થતી શારીરિક પીડાની વાત.

- તેમાંથી છુટકારો મેળવવા માટે ડ્રાઈવિંગ કરતી વખતે પોશ્ચર વ્યવસ્થિત રાખો.
- આહારમાં કેલ્શિયમ, વિટામિન ડીનો સમાવેશ કરો.
- જેમાં દૂધ અને દૂધની બનાવટો, કેળાં, નારંગી, મોસંબી જેવાં ફળો લો.

4000 વર્ષ જુની આ ઔષધિના ફાયદા તો જાણી લો..!

 
  ભારતની પ્રાચિન આ ઔષધીનો ઈતિહાસ 4000 વર્ષ જૂનો છે. ભારતનાં ઠંડા અને ગરમ બન્ને પ્રદેશોમાં જોવા મળતી આ ઔષધિ અન્ય કોઈ નહીં અશ્વગંધા છે.

છેલ્લા 4000 વર્ષોથી અનેક રોગમાં અક્સિર ઈલાજ તરીકે ગણવામાં આવતી આ દવાના કેટલાંક ગુણો તમે પણ જાણી લો. સ્ત્રી રોગ, શ્વાસને લગતા રોગ, અનિદ્રા, નપુંસકતા નીવારવાં આ કુદરતી દવા ચમત્કારી કહીએ તો કઈ જ મોટું નથી.

*તો જાણી લો આ રહ્યાં અશ્વગંધાના ફાયદા

-નાનું બાળક જો નબળુ હોય તો અશ્વગંધાનું ચુરણ દૂધની બોટલમાં જ મેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. બાળકની દૂધની બોટલમાં એક ચમચી અશ્વગંધા ચુરણ આપવાથી બાળકની આંતરિક શક્તિમાં વધારો થાય છે. આ પ્રયોગ સતત 3 મહિના સુધી કરવો પડે છે. તમે બાળકનાં 4 મહિના બાદ તેને આ ચુરણ આપી શકો છો

-પુખ્ત વયના લોકોએ દરરોજ સવારે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ચૂરણ મેળવી પીવે તો તેમને તેમના હાડકા મજબુત બને છે. જોઈન્ટ્સના પ્રોબલમ પણ દુર થાય છે.

-અશ્વગંધાના પાન માંથી બનાવેલા લેપને ચહેરા પર લગાવતા સ્કિન સુંદર રહે છે. અને જુના ઘાના ડાઘા દુર થાય છે

-રાત્રે સુતા પહેલાં એક ગ્લાસ દૂધમાં એક ચમચી અશ્વગંધાનું ચુરણ લેવાથી તાણ દુર થાય છે. સ્ત્રીઓમાં થતા રોગ ધીરે ધીરે જડમૂળથી દુર થાય છે તેમજ પુરૂષોમાં નપુંસકતા દુર થાય છે.

નોંધ- આમ તો અશ્વગંધાનો ઉપયોગ સંપૂર્ણ પણે સુરક્ષિત છે તેમ છતાં આપને કોઈ પ્રકારની મુંઝવણ હોય તો આપ વૈધની સલાહ બાદ તેનો પ્રયોગ કરી શકો છો.

ચહેરાની રંગત-રોનક વધારો, હરતાં-ફરતાં....આ સરળ ટિપ્સથી




માણસનાં શરીરમાં તેનો ચહેરો સૌથી વધારે પ્રભાવશાળી હોય છે,કારણ કે વ્યક્તિત્વનાં બીજા ગુણોની ઓળખ પછી થાય છે.ફસ્ટૅ ઇમ્પ્રેશન તો ચહેરાની રંગત અને હાવભાવથી જ પડે છે.
તમારા ચહેરાને પ્રભાવશાળી બનાવવાં ત્વચાની ચમક સૌથી વધારે જરૂરી છે.આવો, જાણો આ સરળ ઉપાયોથી ત્વચાની ચમકને કેવી રીતે પાછી લાવી શકાય અને કેવી રીતે તેને લાંબા સમય સુધી કેવી રીતે ટકાવી શકાય.

1
ચહેરા પર કુદરતી ચમક લાવવા માટે શુદ્ધ પ્રાકૃતિક કુંવારપાઠુ એટલે કે એલોવિરાનું જ્યુસ હથેળીઓ પર લઇને ચહેરા પર મસાજ કરીને લગાડો અને સુકાઇ જવાં પર ચહેરા પર સાફ નવશેકા પાણીથી ધોઇ લો.7 દિવસની અંદર તમે તમારા ચહેરાનાં બદલાવને જોઇ દંગ રહી જશો.

એક અન્ય પ્રયોગમાં બે ચમચી બેસન,હળદર,ગુલાબ જળ અને મધ મેળવીને લેપ લગાડો.આ ચહેરો,હાથ-પગ અને ગરદન પર લગાડો અને 10 મિનિટ પછી ધોઇ લો.તેનાથી ત્વચાની રંગત નિખરી જશે.

2-

કાચા દુધમાં હળદર લગાડીને તેની પેસ્ટ બનાવો.તેને ચહેરા અને હાથ-પગ પર લગાડો.10 મિનિટ બાદ તેને ધોઇ લો.ત્વચા નિખરી જશે.

3-

હોઠને સુંદર અને મુલાયમ બનાવવા માટે રાતે સુતા સમયે દુધની મલાઇ લગાડો, સવારે ઠંડા પાણીથી ધોઇ લો.


4 –


આંખોમાં બળતરા અને કાળાં કુંડાળાને ઓછાં કરવા માટે રાતે સુતા સમયે આંખો પર ઠંડા દુધમાં પલાળીને રાખેલું રૂંને આંખોની પર રાખો.

5.
8- 10 દિવસમાં ચહેરાને એકવાર સ્ટીમ (વરાળ) ચોકક્સ આપો.આ પાણીમાં ફુદીનો,તુલસીનાં પત્તાં,લીંબુનો રસ અને મીઠું નાખો.વરાળ લીધા આ નવશેકા પાણીમાં 5 મિનિટ માટે હાથને અવશ્ય રાખો. આનાથી હાથની ત્વચા નિખરી જશે

મુશ્કેલ કાર્યને સરળ બનાવા આ ટિપ્સ અજમાવો

ઘણીવાર કોઇપણ અને સરળ કામ કરીએ છતાંય તે મુશ્કેલ લાગવા લાગે છે,ટેન્શન અને સતત રહેતો તણાવને કાર્ય ઘણી વાર આપણે આવું અનુભવતાં હોઇએ છીએ
ઘણી વાર આપણે કામ કરતાં હોઇએ અને એકાએક જ મગજમાં જાણે કંઇ વિચાર જ ન આવે.એવું લાગે કે મગજ સાવ ‘બ્લોક’ થઇ ગયું છે, કંઇ જ સૂઝતું નથી. ન કંઇ કામ કરવાની ઇચ્છા થાય કે ન કંઇ નવું કરવાનો વિચાર આવે. એવામાં કરવું શું? ચાલો જોઇએ કે આવું બને ત્યારે શું કરવું?



‘જ્યારે લાગે કે મન સાવ ‘બ્લોક’ થઇ ગયું છે, ત્યારે તેની ચિંતા કરવાને બદલે રીલેક્સ થઇને થોડી વાર બેસો. જો મન અશાંતિ અનુભવતું હોય, તો બે ઘડી આંખો બંધ કરી કશું જ કર્યા વિના ચૂપચાપ બેસી રહો. એમ વિચારો કે મન શાંત થઇ રહ્યું છે. ત્યાર બાદ જ્યારે ખરેખર શાંતિ અનુભવો ત્યારે તમારા વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો.



‘તમારા કામને નવેસરથી અને સહેલાઇથી શરૂ કરી શકો એવું વાતાવરણ ઊભું કરો. જેમ કે, તમારી પાસે જે સાધન હોય તે તૈયાર રાખો, હળવું સંગીત વગાડો, ટેબલ પર ફૂલો ગોઠવો. આમ કરવાથી તમે માનસિક તાજગી અનુભવશો.



‘તમારા પ્રોજેક્ટને નાના નાના ગોલમાં ફેરવી નાખો. હા, કોઇ પણ કામની ડેડલાઇન નિશ્વિત કરો, એનાથી તમે ઝડપથી કામ કરી શકશો.



‘તમારું એવું કોઇ કામ જે પ્રગતિના પંથે હોય, તે કરવાનું શરૂ કરો. એથી કામ પ્રત્યેનો તમારો રસ ફરી જાગૃત થશે.



‘બેબી સ્ટેપ્સ ભરીને ચાલો. એકાદ વાક્ય કાગળ પર લખો અથવા પેનથી કાગળ પર ડિઝાઈન દોરો. કોઇ પણ નવો આઇડિયા અમલમાં આવતા પહેલા થોડો સમય તો માંગી જ લે છે.



આટલી તરકીબો અજમાવો અને પછી જુઓ કે તમારું ‘બ્લોક’ થઇ ગયેલું મન ફરી નવી તાજગી અનુભવે છે કે નહીં?

Friday, 29 July 2011

મુક્ત મને હસીને અલ્સરને ભગાવો

 
જો તમે અલ્સરની સમસ્યાથી પીડાતા હોવ તો તેને દૂર કરવા માટે મુક્ત મને હસો. લીડ્સ યુનિવર્સિટીના સંશોધક પ્રોફેસર આન્દ્રે નેલ્સનનું કહેવું છે કે મુક્ત મને હસવાથી અલ્સરના દરદીઓને ઘણી રાહત મળે છે.

કારણ કે હસવાથી ડાયફ્રોમ સક્રિય બને છે જેનાથી આખા શરીરમાં રક્ત પ્રવાહ વધે છે. અલ્સરના ઈલાજ માટે રક્ત પ્રવાહને વધારવાની જરૂર હોય છે.

પગના અલ્સરના ઈલાજ માટે મોટાભાગની હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્ર અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરે છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં 337 દરદીઓ પર કરવામાં આવેલી શોધમાં આ રીતે બીમારીથી જલ્દી છૂટકારો મેળવવા માટે આટલું પૂરતું નથી. મુક્ત મને હસવાને કારણે આ સમસ્યા દૂર થઈ જાય છે

સફેદ ડાઘ કેવી રીતે દૂર કરશો?

 
 
આધુનિક વિજ્ઞાનમાં સફેદ ડાઘને લ્યુકોડર્મા કહે છે. આ ડાઘ દૂર કરવા માટે પારિજાતમાંથી બનાવેલી ઓષધિ ફૂલજરી બહુ ઉપયોગી નીવડી છે.

માણસનું સૌંદર્ય થોડા ઘણા અંશે પણ એની ચામડી ઉપર આધારિત રહે છે અને ચામડીનાં સૌંદર્યનો સૌથી મોટો આધાર સમગ્ર શરીરની તંદુરસ્તી ઉપર છે. સૌંદર્ય બક્ષતી ચામડીમાં જો સફેદ ડાઘ થાય તો દરેક માણસ ઘેરી ચિંતામાં મુકાઇ જાય છે. આજકાલ આવા સફેદ ડાઘવાળા દર્દીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તેઓ આવા ડાઘ દૂર કરવા માટે ખૂબ જ પૈસા ખર્ચે છે. લાંબી ચિકિત્સા બાદ તેઓ પરેજી અને દવાઓથી કંટાળી જઇને છેવટે તેને મટાડવાના ઉપાયો જ છોડી દે છે અને પરિણામે ધીમે ધીમે વધતા જાય છે. ડાઘના રોગોમાં ટેન્શનનું પ્રમાણ વધુ હોય તો કોઇપણ આૈષધ ફાયદો બતાવતું નથી અને આવા રોગી પોતાના સફેદ ડાઘને કારણે સતત ચિંતાશીલ જ રહેતા હોય છે. એ પણ એક આ રોગની કરુણતા છે. આવા રોગમાં ચામડી ઉપર શરૂઆતમાં વાળ કાળા રહે છે અને ધીમે ધીમે સફેદ થવા માંડે છે. કાળા વાળ હોય ત્યાં સુધી રોગમાં સુધારો થવાની શક્યતા વધારે છે.

અમારા એક સંબંધી મિત્ર ત્રણેક મહિના પહેલાં ચિંતાતુર વદને મને મળવા આવ્યા. થોડી ઘણી વાતો બાદ એમણે એમના પીઠના પાછળના ભાગમાં સફેદ ડાઘ બતાવતાં કહ્યું કે આ સફેદ ડાઘ તો ધીમે ધીમે વધતો જ જાય છે અને એમની ચિંતાનું મુખ્ય કારણ તો એ હતું કે આવા સફેદ ડાઘની શરૂઆત મોઢા ઉપર પણ થઇ ગઇ હતી અને જો આવા ડાઘ વધી જાય તો આ રોગ વારસાગત છે એમ માની જ્ઞાતિમાં એમની દીકરીના લગ્નમાં પણ મોટું વિઘ્ન વધી જાય. મેં સૌથી પહેલાં તો એમને ચિંતા છોડી દેવાની સલાહ આપી. અચાનક એમને યાદ આવ્યું કે ઘણાં વર્ષો પૂર્વે આવા જ કોઇ દર્દને લઇને એ મારા પિતાજીને મળ્યા હતા અને એમની કોઇક ગોળીથી એ દર્દીને સફેદ ડાઘ દૂર થયા હતા. એમની આ વાતે એમની ચિકિત્સા કરવામાં એક નવી દિશા બતાવી. ત્રણેક ફાઇલોમાંથી ફૂલજરી-સફેદ ડાઘનો અકસીર ઉપાય લખેલ થોડાં પેપર્સ મળ્યાં. તાત્કાલિક આ ગોળી બનાવવી ફૂલજરી અને બીજી કેેટલીક દવાઓ સાથે એમની ચિકિત્સા શરૂ કરી ધીમે ધીમે સફેદ ડાઘમાં ચામડીનો કુદરતી રંગ આવતો ગયો.

બરાબર ત્રણ મહિને હમણાં જ તેમને સફેદ ડાઘ બિલકુલ ઓછા થઈ ગયા. તે જોયા પછી તો આ ગોળી મોટા પ્રમાણમાં બનાવી અને બીજા દર્દીઓ ઉપર છુટથી ઉપયોગ કર્યો. તેમના પરના આ અનુભવને લીધે જ આ લેખ લખવા વિચાર્યું. ફુલજરીની ગોળી જે મારા પિતાજીએ બહોળા વૈધ્યકીય અનુભવના આધારે બનાવી હતી જેનું હું વર્ણન કરંુ છું.
ફૂલજરી મુખ્યત્વે પારિજાતમાંથી બનાવાય છે. મોટા બાવચાંને રાત્રે પલાળી સમભાગે કાળા તલ સાથે મેળવી ઘાણીમાં પીલી તેલ કાઢવું. પારિજાતનાં ફૂલ અને તેલ વારંવાર નાખતા જવું અને ઘૂંટતા જવું. ત્રણ અઠવાડિયા સુધી આ ક્રમ જાળવી રાખવો ત્યારબાદ જો તેલની ચીકાશ વધારે હોય અને ગોળી બની શકે તેમ ન હોય તો પારિજાતનાં પત્તાં તેના વજન પ્રમાણે મેળવવા અને ખૂબ બારીક ઘૂંટવા. ગોળી બનવા જેવું થાય ત્યારે 250 મિ.ગ્રામની ગોળી બનાવી લેવી. સુકાયા પછી બાટલીમાં ભરી લેવી.આ ગોળી શરૂઆતમાં 1-1 ગોળી ત્રણ વખત લેવી.

ખેરાલ 10 ગ્રામ, બાવચી 250 ગ્રામ તેનો ભૂકો કરી બે કપ પાણીમાં ઉકાળી 1 કપ રહે ત્યારે ગોળી બાટલીમાં ભરી લેવું. તેના ત્રણ ભાગ કરી ઉકાળા સાથે ત્રણ વખત લેવાની છે.

બીજા અઠવાડિયામાં ગોળીનું પ્રમાણ 1-1 વધારવું. દર અઠવાડિયે રોગીએ પોતાનું બલાબલ અને રોગનું બળ ધ્યાનમાં રાખી પ્રયોગ કરવા. 7-7 ગોળી ત્રણ-ચાર આપીને આ પ્રયોગ કર્યો છે. કોઇકને કદાચ દાહ-બળતરા જેવું જણાય તો રસાયન ચૂર્ણ ૩ ગ્રામ સાકર સાથે એકવાર લેવાં.

આ ગોળીને ગૌમૂત્રમાં કે લીંબુના રસમાં ઘૂંટીને ડાઘ ઉપર લગાવી. સૂર્યનાં કિરણો લેવાનું સૂચવું છું. કેટલાકને ચામડી ઉપર ફોલ્લો થઇ આવે કે ચામડી ખરબચડી થાય ત્યારે એકાદ બે દિવસ આ દવા લગાડવી નહીં. ફરીથી પાછી લગાડવી જેમાં આવો ફોલ્લો કે ચામડી ખરબચડી થાય છે. તેમાં ચામડીનો કુદરતી રંગ આવી જાય છે. આધુનિક વિજ્ઞાનમાં આને લ્યુકોડમૉ કહે છે. લ્યુકો એટલે સફેદ અને ડમૉ એટલે ડાઘ થાય છે.‘

આયુર્વેદ, ડો. શ્રીરામ વૈધ્ય

આ 5 શાકભાજી-ફળમાં છે સૌથી વધુ તાકાત

જીવવા માટે ખાવું જરૂરી છે જો કે ઘણી વાર ખોરાક બાબતે વધતી બેદરકારી જ જીવન માટે ખતરો બની જતી હોય છે. જો કે મનુષ્યે ખોરાકના એટલા બધા પ્રકાર શોધી કાઢ્યા છે કે જણાવવું મુશ્કેલ બની જાય છે કે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે. તેમ છતાં અમે તમને જણાવી રહ્યા છે એવી 5 ખાદ્ય વસ્તુઓ વિશે જેમાં તમારા શરીરને તંદુરસ્તી આપવાની સૌથી વધુ ક્ષમતા છે

બ્રેકફાસ્ટના બહુ બધા છે ફાયદા

 
 
નાસ્તો કરવાથી આખો દિવસ શરીરને ઇંધણ મળી રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. હેલ્થી જીવન જીવવા લોકોએ સવારે નાસ્તો કરવો જ જોઇએ.

કહેવત છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઇએ, બપોરનું જમવાનું રાણીની માફક અને રાતનું વાળું હંમેશાં સામાન્ય વ્યક્તિ જેવું હોવું જોઇએ. એ વાત જુદી છે કે આપણે એનાથી ઊંધું કરીએ છીએ. હંમેશાં રાતનો ખોરાક આખા દિવસના ખોરાકથી બમણો થઇ જતો હોય છે. અંગ્રેજીમાં નાસ્તાને બ્રેકફાસ્ટ કહેવાય છે તે બરાબર જ છે. આખી રાતની આપણી ઊંઘ પછી એટલે કે 8થી 10 કલાક પછી ખોરાક લઇએ તેને આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ.

સવારનો નાસ્તો આખો દિવસ ચલાવવા માટેનું ઇંધણ પૂરું પાડે છે. એ સાયન્ટિફિક રીતે પુરવાર થયેલું છે કે જે લોકો સવારનો નાસ્તો વ્યવસ્થિત કરે છે તેઓ દિવસ દરમિયાન ઓછી કેલેરી લે છે. સવારનો નાસ્તો વ્યવસ્થિત રીતે કરવાથી તમે હેલ્થી અને ખુશ રહી શકો છો. જેઓને ખરેખર વજન ઉતારવું હોય અથવા ઉતારેલું વજન મેન્ટેઇન કરવું હોય તેમણે હંમેશાં સવારે નાસ્તો કરવો જ. સવારનો નાસ્તો ન કરવાથી શરીર પર તેની ખરાબ અસર પડે છે.

સવારનો નાસ્તો ન કરવાથી વ્યક્તિને માનસિક અને શારીરિક નુકસાન થતું હોય છે. જે લોકો નાસ્તો કરવાથી ટેવ રાખે છે તેમને માનસિક તાણ ઓછી રહે છે અને તેઓ વધુ હેલ્થી જીવન જીવી શકે છે. તેઓને ડિપ્રેશન ઓછું આવે છે. સવારના નાસ્તામાં કાર્બોહાઇડ્રેટયુકત પદાર્થોનો સમાવેશ કરવો. નાસ્તામાં પરોઠાં, ભાખરી, કોર્નફ્લેકસ લઇ શકાય. તેનાથી શરીરને ઇંધણ મળી રહે છે અને દિવસભર કામ કરવાની ઊર્જા મળે છે. ખાખરા, મમરા વગેરે ન ખાવા. તેમાં ફાઇબર અને મોઇશ્વરાઇઝર ન હોવાથી પેટ ભરેલું રહેતું નથી.

- બ્રેકફાસ્ટથી જરૂરી પોષક તત્વો મળે છે, જે દિવસની શરૂઆત સારી કરે છે.
- દિવસ દરમિયાન ગમે ત્યારે ભૂખ લાગતી નથી.
- તેનાથી શરીરનું વજન જળવાયેલું રહે છે.
- તેનાથી ખોટી ભૂખ લાગતી ન હોવાથી ખાવાનું મન થતું નથી.
- ટાઇપ-2 ડાયાબીટિસ અને હાર્ટ ડીસીઝથી દૂર રહેવાય છે.
- શરીરમાં હોર્મોન અને બ્લડ સુગરનું લેવલ મેઇન્ટેઇન રાખે છે.
- સવારમાં બેચેની અને ઊંઘ ઉડાવવામાં મદદ કરે છે.
- કોન્સન્ટ્રેશન અને બ્રેઇન પાવર વધે છે.
- વજન મેઇન્ટેઇન રહે છે.
- ઓવરઓલ હેલ્થ સારી થાય છે

શું તમે પણ બર્ગર સાથે કોફી પીઓ છો?

 
 
જો તમે ફાસ્ટ ફૂ઼ડના શોખીન હોવ તો તેની સાથે કોફી પીતા પહેલા ચેતજો. આવું એ માટે કારણ કે આ બન્નેનું સાથે સેવન કરવાથી લોહીમાં સુગરનુ સ્તર વધી જાય છે.

સંશોધકો માને છે કે જો એક સ્વસ્થ વ્યક્તિ પણ ફાસ્ટ ફૂડની સાથે કેફીન યુક્ત પદાર્થનું સેવન કરે તો તેના લોહીમાં સુગરનું પ્રમાણ ડાયાબીટિઝ થવાની હદ સુધી વધી જાય છે. જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક શોધ અનુસાર શરીરમાં પ્રાકૃતિક રૂપે મળતી વસા લોહીમાં રહેલ સુગરને સંતુલિત કરે છે પણ જો આની સાથે કેફીનયુક્ત કોફી પીવામાં આવે તો શરીર પર તેની ઊંધી અસર થાય છે.

આ અન્ય અંગોને પણ પ્રભાવિત કરી શકે છે. કેનેડાની ગ્યિલ્ફ યુનિવર્સિટીના પ્રમુખ સંશોધક મેરી સોલિલ બિયૂડોઈને આ જાણકારી આપી હતી.

હેલ્થી ટી રાખે હેલ્થી



ચા એવું પીણું છે, જેના રસિયાઓ જેટલી વાર ચા પીએ તો પણ ઓછી પડે. જોકે હવે કોર્પોરેટ સેક્ટરમાં અને હેલ્થ કોન્શિયસ લોકો હેલ્થી ટીનું સેવન કરવાનું વધારે પસંદ કરે છે.

થોડા સમય પહેલાં ચાનું મુખ્ય કામ સવારે ઊંઘ ઊડાડવા અને સુસ્તી દૂર કરવા પૂરતું સીમિત હતું, પરંતુ બિઝનેસની દ્રષ્ટિએ વિચારીએ તો ઓફિસમાં કલાકો સુધી ચાલતી ગંભીર મીટિંગમાં પણ ચાની હાજરી અનિવાર્યપણે વરતાવા લાગી છે. ખરેખર તો ચાનો એક કપ પીવાથી શરીરને કોઇ ગંભીર નુકસાન નથી પહોંચતું પણ દર બે-ત્રણ કલાકે એક કપ ચા પીવા જોઇતી હોય, તો આ આદત તાત્કાલિક ધોરણે બદલી નાખવી જોઇએ. પણ એમ કંઇ વર્ષોજૂની ચા પીવાની ટેવ છુટે? આના કરતાં તો ચાની વેરાઇટી બદલવી જોઇએ એટલે કે ચા પીવાની પણ હેલ્થી ટી પીવાની. હાલમાં હેલ્થી ટી પીવાનો ટ્રેન્ડ કોર્પોરેટ કંપનીઓમાં જોવા મળે છે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોએ હોંશે હોંશે હેલ્થી ટીનો કન્સેપ્ટ અપનાવી લીધો છે. કોર્પોરાઇટ્સને હવે લેમન ટી, બ્લેક ટી, અરોમા અને ઓલિવ ટી જેવી હેલ્થી ચા પીવાનું કોઠે પડી ગયું છે. જોકે ભારતના બજારમાં હાલમાં મુખ્યત્વે ૫૦ પ્રકારની હેલ્થી ટી જોવા મળે છે. દેશના વિવિધ ભાગમાં એક હજાર કરતાં વધારે પ્રકારની ચા અસ્તિત્વમાં છે. થોડા સમય પહેલાં જ આમાં ભારતમાં ચીનની હાઇબ્રિડ ચાનો ઉમેરો થયો છે. હેલ્થી ટી પીવાથી હાઇ બી.પી., હૃદયરોગ, કિડની અને પેટની બીમારીથી દૂર રહી શકાય છે.

ગ્રીન ટી
સામાન્ય ચામાં (ખાંડ) ગ્લુકોઝમાંથી મળતાં ગળપણને બદલે ગ્રીન ટીમાં રહેલી કુદરતી સુગંધ (એરોમા) ચાને ગળી બનાવે છે. આમાં કુદરતી રીતે ગ્લુકોઝ રહેલું હોવાથી ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરમાં ૪૦ ટકા ઓછું ગ્લુકોઝ જમા થાય છે. એટલે ડાયાબિટીક લોકોએ ગ્રીન ટી પીવાની ટેવ પાડવી જોઇએ. એરોમામાં રહેલું એન્ટિઓક્સિડન્ટ તત્વ કિડની, લીવર અને હૃદયને લગતી બીમારીઓથી બચાવે છે. ગ્રીન ટીમાં રહેલું ઇજીસીજી નામનું તત્વ લોહીમાંના એલડીએલને કાબૂમાં રાખે છે. તો ઓલિવ ટીમાં રહેલું ઓલિવર નામનું કુદરતી તત્વ આર્થરાઇટિસની બીમારીથી બચાવે છે અને શરીરના સ્ટેમ સેલ્સને મજબૂત બનાવે છે. યુનિવર્સિટી ઓફ સોફિયાએ પ્રસિદ્ધ કરેલી ‘ઓસ્ટિયોપોરોસિસ ઇન્ટરનેશનલ જર્નલ’માં એવું દર્શાવ્યું છે કે ઓલિવ ટી ઉંમર વધતાં હાડકાંને થતું નુકસાન ઓછું કરે છે.

લેમન ટી
લેમન ટીને કુદરતી એિન્ટસેપિ્ટક કહેવાય છે. જે મહિલાઓને કે લોકોને બેડ ટી પીવાની આદત હોય તેમણે લેમન ટી પીવાની ટેવ પાડવી જોઇએ. લેમન ટી પીવાથી થાક દૂર થાય છે અને તાજગી અનુભવાય છે. લેમન ટીમાં રહેલું વિટામીન ‘સી’ કોષને મજબૂત બનાવે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લોહીમાં રહેલા નકામા કોષને સારા બનાવવા માટે લેમન ટી ઉત્તમ ગણાય છે. આનાથી કેન્સર સામે રક્ષણ મળે છે. લેમન ટીનું સેવન કરવાથી શરીરની ચયાપચય (મેટાબોલઝિમ)ની ક્રિયા ઝડપી બને છે. પાચનક્રિયા સુધારવામાં લેમન ટીનો જોટો જડે તેમ નથી. લેમન ટીના પણ બે પ્રકાર છે. લેમન ગ્રાસ ટી અને લેમન ફ્લાવર ટી - બંને પ્રકારની લેમન ટી ગુણકારી છે.

સફેદ ચા
ચાના બગીચાની સૌથી નાજુક અને કોમળ પત્તીઓને સૂકવ્યા પછી બનાવેલી ચાને સફેદ ચા કહેવાય છે. તેમં એન્ટિઓક્સિડન્ટ તત્વોનું પ્રમાણ સૌથી વધારે છે. આ તત્વોથી લોહીના દબાણ પર ઝડપથી કાબૂ મેળવી શકાય છે. સિલ્વર રંગની સફેદ ચા વિશ્વની સૌથી મોંઘી ચા ગણાય છે.

ચામાં એવું ખાસ શું છે?
શરીર માટે જરૂરી એવા મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો મેળવવાનો શ્રેષ્ઠ સ્ત્રોત ચા છે. દરરોજ ઓછામાં ઓછી બે વાર હેલ્થી ટી પીવાથી શરીરની ૪૫ ટકા મેગ્નેશિયમની જરૂરિયાત સંતોષાય છે. હૃદયના ધબકારાને કાબૂમાં રાખવા માટે પોટેશિયમની જરૂર પડે છે. આની ઉણપથી હૃદયરોગનું જોખમ ઊભું થઇ શકે છે. હેલ્થી ટીનું સેવન કરવાથી શરીર માટે અનિવાર્ય એવા પોટેશિયમની ત્રીજા-ચોથા ભાગની જરૂરિયાત પૂરી કરી શકાય છે.

કબજિયાતથી બચવા માટે આ 5 વસ્તુઓ ટાળો

કબજિયાત બહુ જ સામાન્ય સમસ્યા છે પણ તે અજાણી ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. સામાન્ય માન્યતા અનુસાર અમુક કારણોને કબજિયાત થવા પાછળ જવાબદાર માનવામાં આવે છે.

જેમ કે કસરત ન કરવી, તણાવ, અનિયમિત દિનચર્યા અને વધારે પડતી દવાઓ ખાવી. આ બધાથી પણ મહત્વના કારણ છે અયોગ્ય ખોરાક અને પર્યાપ્ત માત્રામાં પાણી ન પીવું. તો જાણો એવા 5 ખોરાક વિશે જે કબજિયાતને દૂર રાખવા માટે ટાળવા જોઈએ.

1. લાલ માંસ અથવા સુવર અને ગૌમાંસ: જે લોકો નોનવેજ ખોરાક ખાય છે અને તેમાંય ખાસ કરીને રેડ મિટ તેમણે આ ટાળવું જોઈએ. કારણ કે તેમાં પ્રોટીન તો ભરપૂર હોય છે પણ પકાવેલા મિટમાં પ્રોટિનની માત્રા શૂન્ય થઈ જાય છે. પાકેલા માંસને પચવામાં શરીરને 90 કલાકથી પણ વધુનો સમય લાગે છે.

2. સુગર પ્રોડક્ટસ: કેક, ચોકલેટ, પેસ્ટ્રિઝ જેવા સુગર પ્રોડક્ટસમાં ફાઈબર ભલે ઓછું હોય પણ તેમાં ફેટ અને સુગરનું પ્રમાણ ઘણું હોય છે. આ પ્રકારના ખોરાકને કારણે કબજિયાત થવાની શક્યતા વધી જાય છે.

3. ડેરી પ્રોડક્ટસ: અમેરિકન ક્રોનિકલ અનુસાર દૂધ, માખણ, પનીર અને આઈસક્રિમ જેવા ઉત્પાદકોમાં ફાઈબરનું પ્રમાણ બહુ જ ઓછુ હોય છે પણ ફેટ વધુ હોય છે. આ માત્ર કબજિયાત જ નહીં પરંતુ હૃદયની બીમારી માટે પણ ખતરો બની શકે છે.

4. પ્રોસેસ્ડ ફૂડ: પિઝા, બર્ગર, પાસ્તા, ચિપ્સ અને કોલ્ડ ડ્રિન્ક્સ જેવી વસ્તુઓનું સેવન કબજિયાતની સમસ્યાને વધારે છે.

5. કૈફિન: ચા, કોફીનું સેવન પણ આ સમસ્યા માટે ગંભીર સાબિત થઈ શકે છે. વધુ પ્રમાણમં ચાને કારણે અનિંદ્રા, ડ્રિપેશન જેવી બીમારીઓ વધવાની શક્યતા રહે છે.

દરરોજ 7 અખરોટ શા માટે ખાવા જોઈએ?

 
 
જો તમે તમારા શરીરમાં ઓક્સિડન્ટ્સને ઓછા કરવા માંગતા હોવ તો દરરોજ 7 અખરોટ ખાઓ.

પેન્સિલવેનિયાની સ્ક્રેન્ટોન યુનિવર્સિટીના સંશોધક વિન્સનનું કહેવું છે કે અખરોટમાં મગફળી, બદામ, પિસ્તા અને અન્ય મેવા કરતા વધુ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે.

માટે જ સ્વાસ્થ્ય લાભ માટે દરરોજ લગભગ 7 અખરોટ ખાવા જોઈએ. અખરોટમાં રહેલા એન્ટિઓક્સિટડન્ટ્સ વિટામીન ઈ જેટલા ગુણકારી હોય છે.

એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં રહેલા પ્રાકૃતિક રસાયણોને નષ્ટ થતા રોકીને કેન્સર, ડાયાબીટિઝ અને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે. સાથે જ શરીરની ત્વચાને નિખારવાનું કામ પણ કરે છે

સ્વાદે કડવા અને તાસીરે ગરમ છે અરીઠાં

 
- અરીઠાંનો રસ કડવો અને તીખો છે. તાસીરે તે ગરમ છે. અરીઠાં હલકા, ચીકણા, જલદ અને ત્રિદોષહર છે.
- અરીઠાંને પાણીમાં પલાળી તેનાથી માથું ધોવાથી માથાનો ખોડો, જૂ, મેલ વગેરે મટે છે અને ફરી થતાં નથી. ખરતા વાળ પણ અટકે છે.
- અરીઠાંનું પાણી ખૂબ અસરકારક છે. બેભાન વ્યક્તિના નાકમાં નાખતાં તે તરત બેઠો થઇ જાય છે. માથું દુ:ખતું હોય અને પાણીનાં ટીપાં નાકમાં મૂકતાં માથું તુરંત ઊતરી જાય છે.
- દમના રોગીને અરીઠાંનું પાણી પાવાથી ઊલટી થઇ કફ બહાર નીકળી જાય છે અને રોગમાં રાહત થાય છે.
- અરીઠાંનું પાણી વીંછીના ડંખ ઉપર લગાવવાથી વીંછીનું ઝેર ઊતરે છે.‘

લકવામાં રાહત આપે લસણ

 
- લીલા લસણનાં પાન સહિત આખી ડાળીનો રસ કાઢીને તેને પાણીમાં મેળવીને પીવાથી બી.પી. વધવાથી થયેલા લકવામાં લાભ થાય છે.
- આ ઉપરાંત પહેલા દિવસે લસણની આખી કળી પાણી સાથે ગળવી. પછી દરરોજ એક એક કળી વધારતા જઇ 21મા દિવસે 21 કળીઓ ગળવી. તે પછી દરરોજ એક એક કળી ઘટાડતા જવું. આ રીતે કરવાથી લકવામાં રાહત થાય છે.

એક દિવસના ઉપવાસથી હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ ઘટે

એવું લાગે છે કે તમારા દાદી સાચા હતાં- એક દિવસનો ઉપવાસ તમારા આરોગ્ય માટે સારો છે. નવા અભ્યાસમાં જણાવાયું છે કે ૨૪ કલાક ખોરાક વિના રહેવાથી હૃદયરોગ અને ડાયાબિટીસ થવાનું જોખમ ઘટી શકે છે. સંશોધકોએ અમેરિકાના ઉટાહ રાજ્યના ૨૦૦થી વધુ રહેવાસીઓનાં આરોગ્ય અને આદતોનાં વિશ્લેષણને આધારે તારણો કાઢયાં છે. આ રાજ્યના મોર્મોન સંપ્રદાયના ઘણા લોકો માટે મહિનામાં કમસેકમ એક ઉપવાસ જીવનનો એક ભાગ છે.

એક્સ-રે સ્કેન્સે દર્શાવ્યું હતું કે જે લોકો ઉપવાસ કરતા ન હતા તે પૈકીના ૭૫ ટકા લોકોમાં ધમનીઓ સાંકડી થઇ હતી. આનાથી વિપરીત ઘણી વખત ભોજન ન કરતા લોકો પૈકીના ૬૩ ટકા લોકોમાં ધમનીઓમાં અવરોધ ઊભો થયો હતો. અભ્યાસે દર્શાવ્યું છે કે ઉપવાસથી ડાયાબિટીસ થવાનું જોખમ લગભગ અડધું થયું હતું. જો કે ડોક્ટરોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દર્દીઓને ઉપવાસની ભલામણ કરતા પહેલાં વધુ સંશોધનની જરૂર છે

ધાણાજીરુંના પાવડરને લાંબો સમય ટકાવી રાખવા શું કરવું?

 
 
- દ્રાક્ષ આધાશીશીનું અતિ અકસીર ઔષધ ગણાય છે.
- રેશમી કપડાં પર ઇસ્ત્રી કરતી વખતે સફેદ કાગળ અથવા કપડું પાથરીને ઇસ્ત્રી કરવી.
- મકાઇનો લોટ ભાતના ઓસામણ અથવા ગરમ પાણીથી બાંધવો જોઇએ. આમ કરવાથી રોટલી કે મકાઇનો રોટલો વણતી વખતે તે તૂટશે નહીં.
- પુલાવ કે બિરિયાનીમાં ઉપયોગમાં લેવાના બાફેલાં શાકભાજીને સોડાવાળા પાણીમાં બાફવાથી તેનો કુદરતી રંગ જળવાઇ રહેશે.
- ધાણાજીરુંના પાઉડરને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે અને તેમાં જીવાત ન થાય તે માટે તેમાં હિંગના ગાંગડા મૂકી રાખવા.
- પીળા અને કડક ટામેટાંને બ્રાઉન રંગના કાગળમાં રાખવાથી તે ઝડપથી પાકી જાય છે અને ખટાશ પણ ઓછી લાગે છે.
- મિક્સરના જારને સ્વચ્છ કરવા કે તેમાંથી કોઇ અન્ય પદાર્થની દુર્ગંધ દૂર કરવા માટે બ્રેડની એક સ્લાઇસ જારમાં મૂકીને મિક્સર ચલાવો.
- ચાંદીના દાગીના ડિટર્જન્ટ પાઉડરવાળા પાણીથી ધોવા. ત્યાર બાદ તેના પર ભીનો સફેદ ચોક ઘસી સૂકાયા પછી કાપડાંથી લૂછો. દાગીના ચમકી ઊઠશે.
- ચાર કાણાંવાળા બટન ટાંકતી વખતે સામસામેના કાણાંમાં બે અલગ અલગ દોરાનો ઉપયોગ કરો. સળંગ દોરાને બદલે અલગ અલગ દોરા લેવાથી બટન વારંવાર તૂટી જતાં નથી.

પાર્કિન્સન્સનો ઇલાજ ચુંબકથી

વિજ્ઞાનીઓએ એવી ટેક્નિક વિકસિત કરવાનો દાવો કર્યો છે, જેમાં પાર્કિન્સન્સ અને બ્રેન હેમરેજના દર્દીઓનો ઇલાજ ચુંબકની મદદથી થશે. ટેકનિક વિકસિત કરનાર ઓસ્ટ્રેલિયન ન્યૂરોમસ્કુલર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, બ્રેન હેમરેજ પછી યાદશક્તિ ગુમાવવા અને પાર્કિન્સન્સ જેવા રોગો (શરીર ધ્રૂજતા રહેવાની બીમારી)નો ઇલાજ કરી શકાશે.

આ ટેકનિકથી ચુંબકીય ક્ષેત્ર દ્વારા મગજના અસરગ્રસ્ત ભાગને ઉત્તેજિત કરવામાં આવે છે. ટીમનું નેતૃત્વ કરી રહેલા પ્રોફેસર ગેરી થિકબ્રૂમે જણાવ્યું કે, ચુંબકમાં મગજના અસરગ્રસ્ત ભાગોને વ્યવસ્થિત કરવાની ક્ષમતા હોય છે. તેમણે જણાવ્યું કે, પાર્કિન્સન્સના દર્દીઓમાં તેમને આ ટેકનિકથી ઇલાજ કરવામાં સફળતા હાંસલ થઇ છે.

રોજનાં ત્રણ કેળાં ખાઓ, સ્ટ્રોક ભગાવો

 
જો તમે એક કેળું નાસ્તામાં, એક લંચમાં અને એક સાંજે ખાવ છો તો સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. નિષ્ણાતો જણાવે છે કે, તેનાથી શરીરમાં બનતું પોટેશિયમ મગજમાં બ્લડ કલોટિંગ થવા દેતું નથી. તેથી ૨૧ ટકા સુધી સ્ટ્રોકની સમસ્યા હોતી નથી. બ્રિટિશ અને ઇટાલીના સંશોધકો જણાવે છે કે, પોટેશિયમના પુરવઠા માટે દૂધ, માછલી, પાલક, દાળ અને નટ્સનો ઉપયોગ કરનારાઓને પણ સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. અગાઉ પણ કરવામાં આવેલા સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, કેળાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને સ્ટ્રોકથી રક્ષણ કરે છે.

અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ સંશોધન માટે ૬૦ વર્ષથી ઓછી વયના લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. સંશોધનમાં એવું શોધી કાઢવામાં આવ્યું કે, કેળાં અથવા પોટેશિયમ આપનાર અન્ય ખાદ્ય પદાર્થોનું સેવન નહીં કરનારાઓમાં ૧૬૦૦ મિલીગ્રામ પોટેશિયમ મળ્યું. જ્યારે એક દિવસમાં વયસ્કને ૩૫૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર હોય છે. જે લોકોએ કેળાંનું સેવન કર્યું, તેમનામાં ૫૦૦૦ મિલીગ્રામ પોટેશિયમ મળ્યું, જે સ્ટ્રોક રોકવા માટે પૂરતું છે

હૃદયરોગનો ખતરો ટાળે છે બદામ

 
બદામને તમે માત્ર સુંદરતા માટે ગુણકારી સમજતા હોવ તો આ વાંચો. સંશોધકોએ જાણ્યું છે કે બદામ માત્ર ત્વચાને કોમળ નથી બનાવતી પણ ડાયાબીટિઝ ટાઈપ 2 અને હૃદય રોગના ખતરાને પણ ઓછો કરે છે.

લોકો પર સંશોધન કરીને તેમણે જાણ્યું છે કે બદામ ખાવાથી માત્ર ડાયાબીટિઝ સ્તર ઓછું નથી થયું પણ કોલેસ્ટેરોલ પણ નિયંત્રણમાં આવ્યું છે.

યુનિવર્સિટી ઓફ મેડિસીન એન્ડ ડેનટિસ્ટ્રી ઓફ ન્યૂ જર્સીના સંશોધક ડો. માઈકલ વાઈનનું કહેવું છે કે આ શોધ દ્વારા સાબિત થાય છે કે ખાન પાનના માધ્યમથી બીમારીને રોકી શકાય છે.

ટ્યૂમરથી છૂટકારો અપાવે ગાજર

 
ગાજરનો ઉપયોગ કરચલીઓ દૂક કરવાની ક્રિમ બનાવવા માટે કરાય છે જો કે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગાજર અને શક્કરિયા કેન્સરના ટ્યૂમરથી છૂટકારો અપાવી શકે છે.

વૈજ્ઞાનિકોએ શોધમાં જાણ્યું છે કે ગાજર અને શક્કરિયામાં મળતા અમ્લ રેટિનોઈક એસિડ સ્ત્રીઓને થતા સ્તન કેન્સરના ટ્યૂમરને શરૂઆતના તબક્કામાં રોકી શકે છે.

આ રસાયણ કોશિકાઓના વિકાસ અને જીવનને પ્રભાવિત કરે છે. સાથે જ તે ત્વચાને ફરીથી યુવાન બનાવવા માટે પણ ઉપયોગી છે.