Thursday, 28 July 2011

http://shivshiva.files.wordpress.com/2011/07/20091017jamun-212x2801.jpg


-જાબું ડાયાબિટીસ, શરદી-તાવ, પાઈલ્સ, ડાયરિયા, લીવર ડિસઓર્ડર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે


જાબું ન ફક્ત એક ફળ છે પણ તે ઘણી મોટી મોટી બીમારીઓનો રામબાણ ઈલાજ છે. તેનો મેડિસીન તરીકે પણ ઉપયોગ કરવામાંઆવે છે.


છત્તિસગઢની ધ એન્વાયર્નમેન્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ એનકે ઝિંગને આ વાત સ્વીકારી હતી. ગવર્નમેન્ટ સીનિયર સેકેન્ડરી સ્કૂલ સેક્ટર 21માં સોસાયટી દ્વારા આયોજીત 'જાબું ડે' પર તેમણે બાળકોને સંબોધી જાબુંના ફાયદા જણાવ્યાં હતાં.


જાબું ડાયાબિટીસ, શરદી તાવ, પાઈલ્સ, ડાયરિયા, લીવર ડિસઓર્ડર જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે. પણ જાબુંનું સેવન જરૂર કરતાં વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ.


ઝિંગને જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં છેલ્લા ત્રીસ વર્ષોથી 'જામુન ડે' ઉજવવામાં આવે છે. આ ડે ઉજવવાનો ઉદ્દેશ બાળકોને સિઝનલ ફ્રુટ અને વેજીટેબલ ખાવા બાબતે પ્રેરિત કરવાનો છે. કારણકે આજકાલ બાળકોમાં શાકભાજી-ફળફળાદી ખાવાની જગ્યાએ જંકફુડ ખાવાનું પ્રમાણ વધ્યું છે.

જાંબુનાં ઔષધિય ઉપયોગો
1] જાંબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે. ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદતને કારણે પથરી થતી હોય તેમના માટે મીઠું મરી મેળવેલા જાંબુનું સેવન લાભદાયક છે.
2] જ્યારે પેશાબમાં શર્કરાનું પ્રમાણ વધતું હોય અને વારંવાર પેશાબ માટે જવું પડતું હોય તેવા રોગીઓએ જાંબુના ઠળિયાનું ચૂર્ણ [બે ગ્રામ] સવારે ઠંડા પાણી સાથે લાંબો સમય સુધી લેવાથી ફાયદો થાય છે. સેંટ્રલ ડ્રગ રિસર્ચ ઈંસ્ટિટ્યુટ [લખનૌ] દ્વારા સંશોધન અનુસાર જાંબુના ઠળિયામાં આવેલી ઔષધિ થકી ડાયાબીટીસના દર્દીના પેશાબમાં વધતી સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
3] વારંવાર થતા ઝાડા અને સંગ્રહણી [જૂનો મરડો] જેવી તકલીફ ધરાવતા રોગીઓ માટે લાંબા સમય સુધીજાંબુનાઠળિયાનું ચૂર્ણ [આશરે પાંચ ગ્રામ] છાશ અથવા દહીં સાથે દિવસમાં એક વખત લેવાથી સારૂં પરિણામ આવી શકે છે.
4] નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
5] દુઝતા હરસ અને મસામાં પાકા જાંબુ મીઠા મરી સાથે ખાવાથી ફાયદો થાય છે.
6] કમળો, લીવર તથા બરોળનો સોજા પર જાંબુનું સેવન અસરકારક છે.
7] કાનમાં પરૂ થયું હોય તો પાકા જાંબુનો રસ બે- બે ટીપા કાનમાં નાખવા.
8] શ્વેત પ્રદરમાં આશરે નાની વાટકી ચોખાના ઓસામણમાં બે ગ્રામ જાંબુના ઠળિયાનું ચૂર્ણ અસરકારક છે.
9] લોહીના વિકારથી થતા ગૂમડાં પર જાંબુના વૃક્ષની છાલનું ચૂર્ણ લગાડવું.
10] પયોરિયા અથવા દાંતમાંથી ઝરતા લોહી માટેજાંબુના ઠળિયાનું સેવન ફાયદાકારક છે.
11] પેટમાં કૃમિ તથા ચમકતી ત્વચા માટે જાંબુનું સેવન હિતકારી છે.
જાંબુનું સેવન કરતા પહેલાં આટલી બાબતનું ધ્યાન રાખવું.
સાંધાના દુ:ખાવાના દર્દી, સાયટિકાના દર્દી, વાઈ, આંચકી, કબજિયાત અને પેરેલીસીસનાં દર્દીએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું.
શરીરે સોજા રહેતા હોયકે માસિક ધર્મના દિવસો દર્મિયાન અથવા ગર્ભિણી સ્ત્રીઓએ જાંબુનું સેવન ન કરવું.
ગાયકો કે વક્તાઓએ જાંબુનું સેવ ન કરવું તેનાથી સ્વરપેટીને નુકશાન થાય છે.
ભૂખ્યા પેટે કે ઉપવાસ દરમિયાન જાંબુનું સેવન ટાળો.
જાંબુ સાથે મીઠા મરીનો ઉપયોગ જરૂરથી કરશો.

No comments:

Post a Comment