Friday, 29 July 2011

સૌથી સરળ છે આ 5 ડાયેટ પ્લાન...તો પણ ચેતજો




ડાયેટ કરવાથી ચોક્કસ જ વજન ઘટે છે પણ શું તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? એ વિષય પર તો અલગથી વાત કરી શકાય છે. અહીં આપણે જોઈએ અમુક એવા ટુચકા જે સફળ તો છે પણ સ્વસ્થ નથી.


1. લીંબુ જ્યૂસ તો ફેમસ છે: આ ડાયેટ ખાસ કરીને હોલિવૂડ સેલિબ્રિટી બિયોન્સ નોએલ્સના કારણે પ્રખ્યાત છે. તમારે દિવસમાં માત્ર 6થી 12 ગ્લાસ લીંબુ પાણી પીવાનું હોય છે જેમાં મેપલ સિરપ અને લાલ મરચાંનો પાવડર હોય છે. જો તમને તે પીધા પછી પણ ભૂખ લાગે તો તમે વધારે પણ પી શકો છો. 10 દિવસમાં 18 પાઉન્ડ વજન ઘટી શકે છે પણ જેવા તમે ફરીથી નોર્મલ ડાયેટ પર આવશો તે સાથે જ તમારું વજન વધી જશે.


2. દ્રાક્ષ: દ્રાક્ષની ડાયેટને અનુસરવી બહુ જ સરળ છે. દ્રાક્ષમાં દેખીતી રીતે જ ચરબી બાળવાના તત્વો છે. તમારે માત્ર જમતા પહેલા દ્રાક્ષ ખાઈ લેવાની હોય છે. આ તો બહુ જ સરળ છે નહીં? ચોક્કસ જ સરળ લાગશે પણ કદાચ તમને ખબર નહીં હોય પણ તમારું આ ભોજન 800 કેલરીનું ભોજન બની જાય છે અને તેનો શ્રેય જાય છે દ્રાક્ષને.


3. બેબી ડાયેટ: માત્ર બેબી ફૂડ ખાઈને દિવસ પસાર કરો અને વજન ઘટાડો. તમે માત્ર દિવસમાં 600 કેલરીનું સેવન કરીને સ્વસ્થ લાઈફસ્ટાઈલ જાળવી શકો છો. હા, પણ તે માટે તમારે પોતાને નાના બાળક સમાન ગણવું પડે.


4. કોબી, કોબી અને કોબી: સાત દિવસ સુધી સતત કોબીનું સૂપ અને બીજું કઈ નહી. ચોક્કસ જ તમારું વજન ઘટશે જ. સાત દિવસના અંતે તમારા શરીરમાંથી પાણી ખત્મ થઈ જશે અને વજન ઘટી જશે. આઠમાં દિવસે જ્યારે ડાયેટ પૂરી કરશો એટલે ફરી વજન વધી જશે. જે લોકો તુરંત જ વજન ઘટાડવા માંગતા હોય છે (ખાસ કરીને સેલિબ્રિટીઓ) તેઓ આ પ્રકારનો ડાયેટ પ્લાન અપનાવે છે. પણ શું આ યોગ્ય છે? અમે માનીએ છીએ ત્યાં સુધી તો નહીં જ.


5. વોડકા ડાયેટ: હા, તમને જાણીને નવાઈ લાગશે પણ આ દારૂ પીને પણ ડાયેટ કરતા હોય છે લોકો. લો કાર્બ, હાઈ પ્રોટિન અને જેટલી બની શકે તેટલી વધુ વ્હિસ્કી, વોડકા, જીન અને અન્ય કોઈ પણ શરાબ જે તમને ગમતી હોય. બહુ જ સરળ ડાયેટ છે. બહુ જ ઓછા કાર્બોહાઈડ્રેટ અને વધુ આલ્કોહોલને કારણે તમારી કમર તો પાતળી થઈ જશે પણ સાથે સાથે લિવરની બીમારીની શક્યતાઓ વધી જશે.


વાચક મિત્રો, તમારે વજન ઘટાડવા માટે આ પ્રકારની વિચિત્ર અને અસ્વસ્થ ડાયેટ અપનાવવાની કોઈ જરૂર નથી. તમે જીવનશૈલીમાં થોડા ઘણા બદલાવ લાવીને પણ વજન ઘટાડી શકો છો.

No comments:

Post a Comment