Thursday, 28 July 2011

ગુજરાતીઓનો ભોગ લઇ રહ્યો છે આ રોગઃ સાવધાન


 
- 3.4 ટકા ગુજરાતીઓ હેપટાઈટીસ Bથી પિડાય છેઃ રીપોર્ટ
- દર વર્ષે વિશ્વમાં 10 લાખ લોકો આ રોગથી મૃત્યુ પામે છે
- આ રોગને કારણે લિવરને લગતી બીમારીઓ થઇ જાય છે


દર વર્ષે સમગ્ર વિશ્વમાં જે રોગને કારણે 10 લાખ લોકો મૃત્યુ પામે છે તેવા હેપટાઈટીસ Bથી 3.4 ટકા ગુજરાતીઓ પિડાઇ રહ્યા હોવાનું એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે. ગુજરાતીઓમાં આ રોગનું પ્રમાણ છુપી રીતે વધી રહ્યું હોવાને કારણે ખૂબ ઓછા લોકો આ રોગથી માહિતગાર હોય છે.

હાલના સમયે સમગ્ર વિશ્વમાં 50 કરોડથી પણ વધારે લોકો આ રોગ હેપટાઈટીસ Bથી પિડાઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રોગથી બચવા માટે વેકસિન લેવી જરૂરી હોવાનું પણ જાણકારો કહે છે. ખાસ કરીને સગર્ભાઓએ તો હેપટાઈટીસને ટેસ્ટ જરૂરથી કરાવી લેવો જોઇએ.

નોંધનીય છે કે હેપટાઈટીસ B અને હેપટાઈટીસ Cના રોગનું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે તે સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 28મી જુલાઇને વર્લ્ડ હેપટાઈટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ અંગે અમદાવાદની શેલ્બી હોસ્પિટલના લિવર અને ગેસ્ટ્રો સર્જન ડૉ.અવિનાશ ટાન્કે જણાવ્યું હતું કે, એચઆઈવી કરતા હેપટાઈટીસ B વધારે ઝડપથી ફેલાય છે. એટલે કે આ રોગ વધારે ચેપી છે. એપોલો હોસ્પિટલના ડૉ. શ્રવણ બોહરાએ પણ જણાવ્યું હતું કે આ રોગ વધારે ઇન્ફેક્શન ધરાવે છે અને તેને રસી લઇને અટકાવી શકાય છે.

No comments:

Post a Comment