Thursday, 28 July 2011

હવે આપનું ડાયેટ પ્લાન કહેશે, શું થશે દીકરી કે દીકરો?

-ગર્ભાવસ્થાનું પ્લાનિંગ કરો ત્યારથી જ પેટ ભરીને નાસ્તો કરવાથી પૂત્ર પ્રાપ્તિ થાય છે

આમ તો સંતાન પ્રાપ્તિમાં દીકરો હોવો કે દીકરી તે તો કુદરતની દેન છે. પણ શોધકર્તાઓએ જણાવ્યું છે કે મહિલાઓનાં ખાન-પાનથી બાળકનું લિંગ નિર્ધારિત થાય છે.

શોધકર્તાઓએ જણાવ્યું છે કે જો સંતાનમાં બેબી બોય જોઈએ છે તો નિયમિત રૂપથી નાશ્તો કરો અને પેટભરીને કરો.

મિસૌરી યૂનિવર્સિટીનાં સંશોધનકર્તાઓએ જણાવ્યું હતું કે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં જ બાળકોનું લિંગ નક્કી થઈ જાય છે.

તેથી જ્યારે આપ ગર્ભધારણનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તે દરમિયાન મહિલાઓએ ઉચ્ચ ગુણવત્તાનો આહાર તેમના નાશ્તામાં અપનાવો જોઈએ. જેથી બેબી બોયની સંભાવના વધી જાય છે.

શોધકર્તા ડૉક્ટર ચેરિલ રોજનફેલ્ડને શોધમાં જણાવ્યું છે કે જે મહિલાઓ લો ફેટ ડાયેટ નાશ્તામાં લે છે તેમને મોટેભાગે બેબી ગર્લ જન્મે છે. 

No comments:

Post a Comment