Friday, 29 July 2011

વહેતા ઘા અને ભારે માસિકનો ઈલાજ છે ઘાબાજરિયું

પડતર જમીનમાં પાણીવાળા ભાગમાં થતી વનસ્પતિ છે બાજરી જેવા જ ડૂંડા તેના ઉપર બેસે છે. આ ડૂંડામાં બાજરીના દાણા નથી હોતા પણ સુંવાળી રૂંવાટીવાળો રૂ જેવો ભાગ હોય છે. આ ડૂંડું સુકાય એટલે એ રૂંવાટી પવન સાથે ઊડતી હોય છે. શરીરના કોઇપણ ભાગમાં ઘા પડે તો આ રૂંવાટી દબાવી દેવામાં આવે તો વહેતું લોહી તરત જ અટકી જાય છે. એટલે તેનું નામ ઘાબાજરિયું આપવામાં આવેલ છે.

હવે આ લીલ કે સૂકી રૂંવાટીને ઢીલા ગોળ સાથે મેળવી સારી રીતે મિક્સ કરવી. તે પછી તેની ચણા જેવડી મોટી ગોળી વાળવી. આ ગોળી માસિક આવવાની શરૂઆતના બે દિવસ પહેલાં અથવા માસિક શરૂ થયા પછી તરત જ ૨-૨ ગોળી સવાર-બપોર-સાંજ ત્રણ વાર પાણી સાથે લેવી. તરત જ માસિકનો પ્રવાહ હળવો થઇ જશે અને બે-ત્રણ દિવસમાં માસિક આવતું બંધ થઇ જશે.

ઘાબાજરિયું, આહારસંહિતા

No comments:

Post a Comment