Wednesday, 27 July 2011

અસ્થમા અને શ્વાસના રોગોથી મેળવો સ્થાયી છુટકારો

  સવાર-સવારમાં થોડો વ્યાયામ અને યોગાસન કરવાથી આપણો આખો દિવસ સ્ફુર્તિલો અને તાજગીભર્યો જાય છે.જો તમારે દિવસ અત્યંત માનસિક તણાવ વેઠવો પડતો હોય તો આ ક્રિયા કરો,દિવસભર ચુસ્ત રહેશો. ક્રિયા કરનારા વ્યક્તિનાં ફેફસા અને શ્વાસથી સંબંધિત બીમારીઓ કાયમ માટે દુર રહેશે.

ક્રિયાની વિધિ


સમતળ અને હવાવાળી જગ્યા પર કોઇપણ આસન જેવાં કે પદ્માસન કે સુખાસનમાં બેસીને આ ક્રિયાને કરવામાં આવે છે.બન્ને હાથને બન્ને ઘુંટણ પર રાખો.હવે નાકના બન્ને છિદ્રોથી ઊંડા શ્વાસ લો. ફરી વગર શ્વાસને વગર છોડે,બહાર છોડો.

આ રીતે ઘણી વાર તેજીથી શ્વાસ લો અને ફરી તે જ તેજ ગતિથી શ્વાસ છોડતાં આ ક્રિયાને કરો.આ ક્રિયામાં પહેલા ઓછા અને પછી ધીમે-ધીમે તેની સંખ્યા વધારો.

આ ક્રિયાથી લાભ

આ ક્રિયાનાં અભ્યાસથી ફેફસામાં સ્વચ્છ વાયુ ભરવાથી ફેફસાં સ્વસ્થ અને રોગ દુર થાય છે. તે પિત્તાશય અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.આનાથી પાચન શક્તિ અને વાયુમાં વૃદ્ધિ થાય છે તથા શરીરમાં શક્તિ અને સ્ફુર્તિ આવે છે.આ ક્રિયાથી શ્વાસ સંબંધી ઘણી બીમારીઓ દુર થાય છે.

સાવધાની

જો કોઇ વ્યક્તિને શ્વાસ કે અસ્થમાં સંબંધી કોઇ બીમારી હોય તો તે પોતાના ડૉક્ટરથી સલાહ લઇ આ ક્રિયા કરવી.

No comments:

Post a Comment