Monday, 25 July 2011

૬૩૦ મિલિ પાણીમાં 22 કિમી બાઈક ચલાવતો વડોદરાનો યુવક




- ભૌમિકે ૨૨૦ સીસીના બાઇકમાં હાઇડ્રોજન કિટ ફિટ કરી
- ૬૩૦ મિલિ પાણીથી બાઇક ૨૨ કિમી દોડે

આજે પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે શહેરના એક યુવાને બાઈકના એન્જિન સાથે હાઇડ્રોજન કિટ ફિટ કરીને પાણીથી બાઇક ચલાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ થકી તેણે પેટ્રોલનાં નાણાંની બચતની સાથે પ્રદૂષણની સમસ્યાના ઉકેલની પણ દિશા ચીંધી છે.


શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા ભૌમિક પટેલે પોતાની ૨૨૦ સીસી બાઇકના એન્જિન સાથે હાઇડ્રોજન કિટ ફિટ કરી છે. આ કિટ વડે માત્ર પાણીથી તે બાઇક સ્ટાર્ટ કરી તેને ફેરવી શકે છે. તે કહે છે કે, ‘ હાલમાં ૬૩૦ મિલિલિટર પાણી વડે બાઇક ૨૨ કિમી ચલાવી શકવામાં સફળ નિવડયો છું. આ મોડિફાઈડ બાઈકની સાથેની કિટમાં ૬૩૦ મિલિ પાણી નાખવાનું હોય છે જેમાંથી ૩૦ મિલિ પાણી પડ્યું રહે છે જ્યારે બાકીના ૬૦૦ મિલિ પાણીનો ઉપયોગ હાઈડ્રોજન બનાવવા થાય છે. જેના પાવરથી બાઇક દોડે છે. ભૌમિક આ કિટ ડેવલપ કરવા માટે દોઢ વર્ષથી સતત પ્રયાસ કરતો હતો. તે કહે છે કે, આ મોડેલ મેં મારા શોખથી જ તૈયાર કર્યું છે.


આ કિટની બેટરી ૪૦૦થી પ૦૦ રૂપિયામાં તૈયાર થઈ શકે છે. જો વર્ષમાં એકાદ વાર બેટરી બદલાવવી પડે તો પણ આ રીતે બાઈક ચલાવવી પોસાય તેમ છે. જોકે તેણે બાઇકની કિટ પાછળના ખર્ચની રકમ સિક્રેટ રાખવાનું પસંદ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભૌમિકે અગાઉ પેટ્રોલના દહનથી થતો કાર્બન ઓછામાં ઓછો પેદા થાય તેવી પ્લાÍમા ફાયરિંગ સિસ્ટમ પણ વિકસાવી હતી.

No comments:

Post a Comment