તમાકુ-દારૂ સામે ચેતવણીઓ લખાય છે, આ તો એનાથી યે ખતરનાક છે
‘વીઆર રુલ્ડ બાય જંકફૂડ ગવર્નમેન્ટ’- આપણે જંકફૂડને પોષણ આપતી સરકારના લાચાર નાગરિક છીએ. આવી બૂમ લંડનના ‘ગાિર્ડયન’નામના અખબારના તંત્રીએ તેના તંત્રીલેખમાં ઉઠાવી છે. આપણો ગરીબ દેશ કે જેના ૮૦ ટકા લોકોને ખાવાનાં સાંસા છે ત્યાં જાહેરખબરોમાં જોકે વિદેશના જંકફૂડનું જબ્બર આક્રમણ છે. માત્ર આપણી સરકાર નહીં, આપણી ટી.વી. ચેનલો, કેટલાંક અંગ્રેજી અખબારો, ફિલ્મસ્ટારો, સ્પોર્ટ્સ સ્ટારો, એ તમામ જંકફૂડની જાહેરખબરોમાંથી વર્ષે R ૯૦૦૦ કરોડ કમાય છે. બ્રિટનમાં બૂમ ઊઠી કે પોટેટો ચપિ્સ, કોલાનાં પીણાં, પ્લાસ્ટિકના પેકિંગમાં આવતા નાસ્તા અને ફ્રેચફાયઝ ઉપર નિયંત્રણ લાવો.
આવી બૂમ ઉઠાવનાર સદ્ભાગ્યે બ્રિટનના ડોક્ટરો હતા. આપણા ડોક્ટરોેને તો કમાવામાંથી ફુરસદ નથી. હોસ્પિટલોનો વાર્ષિક વકરો R ૧૫૦૦૦ કરોડનો કહેવાય છે, પણ મુંબઈ-અમદાવાદ વગેરે શહેરોમાં કેટલાય સર્જનો કે હોસ્પિટલો છે તે ઓપરેશનના R ૩ લાખમાંથી કે ૧ લાખમાંથી અરધોઅરધ કાળાં નાણાં રૂપે લે છે. એ બધાને જંકફૂડથી ઊભા થતા પેટ, લીવર, આંતર ડો.. અને કેન્સરના રોગોથી ઊલટાની કમાણી વધુ થાય છે.
રોયલ કોલેજ ઓફ પેડિયાટ્રિકસ એન્ડ ચાઈલ્ડ હેલ્થ નામની ઇંગ્લેન્ડની મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.. ટોરેન્સ સ્ટીફનસન કહે છે કે તમે માત્ર બીયર કે દારૂ પીનારા કે સિગારેટ પીનારાને ચેતવો છો પણ દારૂ-સિગારેટ જેટલું જ બલકે તેથી વધુ નુકસાન-ફ્રેંચ ફાયઝ અને જંકફૂડ કહે છે. રૂપાળી પત્નીથી પ્રભાવિત થયેલો સિગારેટ પીતો પતિ કદાચ સિગારેટ છોડશે પણ જંકફૂડ તો તેની બૈરી પણ ખાતી રહેશે અને ખવડાવતી રહેશે! બ્રિટિશ સરકારે ‘ચેન્જ ફોર લાઈફ’’ નામની ઝુંબેશ શરૂ કરી છે અને લોકોને ફ્રૂટ, વેજિટેબલ, સલાડ અને હેલ્ધી ફૂડ ખાવાની જ સલાહ આપવા માંડી છે.
એક બ્રાન્ડની બટાકાની કાતરી જનતા ઉપરનો શાપ છે, તે શાપને પટૌડીનો દીકરોય વકરાવે છે.‘‘ચ્યુઓન ધીસ’’ નામના પુસ્તકનો (લેખકો એરિક શ્ર્લોસર અને ચાર્લ્સ વિલ્સન) ઉલ્લેખ હું અગાઉ કરી ગયો છું, પણ કેટલીક નવી વાતો પણ છે. મેકડોનાલ્ડઝની વધુ ને વધુ રેસ્ટોરાં આ ભારત દેશમાં ખૂલી રહી છે. મેકડોનાલ્ડઝ જ નહીં પણ તેને વંઠાવે એવા જંકફૂડના નાસ્તા પીરસતી રેસ્ટોરાંમાં ગીરદી હોય છે.
ફ્રેંચ ફાયઝ કે રૂપકડા રંગીન પેકેટમાં વેચાતી બટાકાની કાતરી કેમ સ્વાદિષ્ટ લાગે છે? એરિક શ્ર્લોસરના કહેવા મુજબ એ સ્વાદ મદ્રાસ, મુંબઈ, મોઝામ્બિક કે મહેમદાવાદ કે ન્યુયાર્ક કે લંડનમાં એક સરખો કેમ છે? તેમાં જુદે જુદે વખતે જુદા જુદા દેશના બટાકા વપરાય છે. તેમાં વધુ ગળપણ ઉમેરવા અનેક પ્રકારનાં ગળપણો એક સરખાં વપરાય છે. જે તેલમાં તળાય છે તે તેલ એક સરખું હોય છે. મુંબઈમાં વેચાતા ફ્રેંચ ફાયઝ કે બટાકાની કાતરીમાં શું છે તે ભગવાન જાણે પણ જગતભરમાં અને તમે મુંબઈ છોડી દુબઈ કે લોસએન્જલેસ જાઓ અને તે કાતરી ખાઓ, તે ૭ ટકા સોયાતેલમાં અને ૯૩ ટકા ડુક્કરની ચરબીમાં તળાય છે. આવા મિશ્રિત તેલ થકી તેનો ‘યુનિક’ (અનોખો) સ્વાદ મળે છે. તમે જંકફૂડ ખાઓ કે પીઓ છો (પીણાં) તેમાં અનોખી ફલેવર હોય છે, તેવી ફલેવર કેમિકલ્સમાંથી બનતા માધ્યમ થકી આવે છે. ભારતમાં સદ્ભાગ્યે ડુક્કરની ચરબી વપરાતી નથી.
તમે મેકડોનાલ્ડઝ કે બીજી રેસ્ટોરાંમાં ધારો કે સ્ટ્રોબેરી કે બીજા મિલ્ક શેક પીઓ છો તેમાં શું શું રાખધૂળ ઉમેરાય છે તેનું ભાન છે? તેમાં ખાંડ હોય છે, દહીંમાંથી નીતરેલી પરાશ હોય છે, ઊંચા પ્રમાણમાં કોર્નનું (મકાઈ)-સીરપ, ગુઆરગમ, મોનોડાઈગ્લીસરાઈડઝ સેલ્યુલોઝ ગમ, સોડિયમ ફોસ્ફેટ, સાઈટ્રીક એસિડ અને સ્વાદ પ્રમાણે સ્ટ્રોબેરી કે બીજા ફળના કૃત્રિમ સ્વાદ! તમે આઈસક્રીમ પ્રેમથી ખાઓ છો તે ‘ઢોરના ડબા’ જેવા ખાનામાં વરસ વરસથી રાખેલા હોય છે.
તેમાં ઉપરની ઘણી હાનિકારક રાસાયણિક ચીજો હોય છે. તમે પૂછશો કે આ ગુઆર-ગમ જે મિલ્કશેકમાં કે આઈસક્રીમમાં આવે છે તે વળી શું છે? ભારત અને પાકિસ્તાનમાં ૮૦ ટકા ગુઆર થાય છે તે નિકાસ કરીને આપણે R ૧૧ અબજ દર વર્ષે કમાઈએ છીએ. ભારતીય ગુઆરમાં ડાયોકસીન નામનું ઝેરી તત્વ યુરોપે શોધી કાઢયું પછી આપણી નિકાસ ઓછી થઈ છે, પણ ગુઆર નિકાસ થાય પછી તેની ઉપર ‘‘માછલાં ધોવાઈને’’ ગુવારની પત્તર ખંડાય છે. તે ગુઆર ગમ પછી ખૂબ નુકસાનકર્તા ચીજ બને છે.
પતરાના ડબામાં આવતા સોસ, આઈસક્રીમ કે પુડિંગમાં ગુઆરગમ વપરાય છે. ૧૯૯૦ના દાયકામાં અમેરિકન ફૂડ ખાતાએ ગુઆરગમ વાપરવા ઉપર પ્રતિબંધ મૂકેલો. જે ખાદ્ય પદાર્થ કે પીણાંમાં તે વપરાયો હોય તે ખાધા- પીધા પછી પેટ એકદમ ફૂલવા લાગે છે, પછી ભૂખ લાગતી નથી. તેનાથી ઘણાને આંતરડાના રોગ થાય છે. સરકારની બંધી છતાં ગુઆરગમ ધરાર વપરાય છે. પ્રોસેસ્ડ ફૂડ કે વિદેશી ખાદ્ય ચીજો વિશે લખવામાં પૂરેપૂરો આધાર (રેફરન્સ) લઈને જ લખું છું.
દા.ત. ‘કેનવેસ્ટ ન્યૂઝ’માં તાજા સમાચાર છે કે કેટલાક ચ્યુઈંગગમમાં એસેટિક એસિડ-એથેનિલ ઈસ્ટર નામનાં રસાયણો કેનેડાના હેલ્થખાતાને માલુમ પડ્યા છે તેને સરકારે ટોકસીક (ઝેરી) ગણેલ છે. તે રસાયણને વિનાઇલ એસિટેટ પણ કહે છે. તે રસાયણ ચ્યુઈંગગમને ફલેવર આપવા વપરાય છે અને -હેઝ બીન ફાઉન્ડ ટુ પોટેન્શિયલી કોઝ કેન્સર ઈન લેબોરેટરી રેટ્સ ડ્યુરિંગ સ્ટડી કંડકટેડ બાય એન ઈન્ટરનેશનલ એજન્સી- અથૉત્ તેમાં જે ફલેવરિંગ એજન્ટ વપરાય છે તે કદાચ કેન્સર ઊભું કરી શકે છે. આ વિનાઇલ એસિટેટ જે ચ્યુઈંગગમરૂપે ચવાય છે તે પેઈન્ટ, પરફયુમ અને ગંધનાશક ચીજોમાં પણ વપરાય છે!
મેકડોનાલ્ડઝનો મુદ્દો ફરી લઈએ તો તેના જંકફૂડની રેસ્ટોરાંને લોકપ્રિય કરવા બાળકોને રમકડા અને ખાસ કરીને પ્રાણીઓનાં રબરના આકારો, મોબાઈલ ફોન વગેરેની લાલચ બાળકોને અપાય છે. લંડનની રોયલ કોલેજ એફ સાયકી ચેટ્ટીસ્ટસના પ્રોફેસર ડો.. દિનેશ ભુંગરા કહે છે કે અમુક પ્રકારનાં પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થો માત્ર શરીરને જ નહીં મનને પણ નુકસાન કરે છે. સરકારે પ્રોસેસ્ડ ફૂડની જાહેરખબર પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જે જે પ્રોસેસ્ડ ફૂડમાં ચરબી હોય તેના ઉપર તો પ્રતિબંધ મૂકવો જ જોઈએ.
અમેરિકામાં રહેતા હરીશભાઈ ભારતીએ મેકડોનાલ્ડઝ ઉપર કેસ કર્યો અને દાવો કર્યો કે ફ્રેંચ ફાયઝમાં ડુક્કરની ચરબી છે તેવો અમને ખ્યાલ જ નહોતો. આ કેસ પછી જ ભારત અને અમેરિકામાં ફ્રેંચ ફાયઝમાં ચરબી વાપરવાનું બંધ થયું છે. મેકડોનાલ્ડઝનું તિકડમ કે હરીશભાઈના કેસ પછી અમેરિકાની વેજિટેરિયન સંસ્થાને મેકડોનાલ્ડઝે R ૫૦ કરોડ દાનમાં આપીને ‘‘પાપ’’ ધોયું!
No comments:
Post a Comment