વધુ વજનવાળાએ નિષ્ણાંતોની આ સલાહ માનવી જોઈએ. નિષ્ણાંતો કહે છે કે જેટલું વજન વધી ગયું છે તેને લઈને ચિંતા કરવાની જરૂર નથી. પણ તેને કાયમ રાખવાની જરૂર છે. હાલમાં જ થયેલાં એક રિસર્ચમાં બહાર આવ્યું છે કે એક વખત વધી ગયેલું વજન ઉતારવું ઘણું અઘરું છે.
ઘણી વખત ખૂબ બધા વર્ક આઉટ કરવાથી વજન થોડા સમય માટે ઘટી જાય છે પણ થોડા દિવસોમાં તે પાછું જે હતું તે થઈ જાય છે. નેશનલ સર્વે ઓફ હેલ્થ એન્ડ ડેવ્લોપમેન્ટની એક મેડિકલ રિસર્ચ કાઉન્સિલે આ મુદ્દે એક સર્વે કર્યો હતો. તેમણે 25થી 55ની ઉંમરનાં 25000 લોકો પર આ સર્વે કર્યો હતો.
આ દરમિયાન જે પણ જાડા વ્યક્તિએ વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો થોડા સમયમાટે તેમનું વજન ઉતરી ગયું હતું પણ તેઓ જેમ તેમની રૂટિન લાઈફમાં પાછા વળતા કે ત્રણેક મહિનામાં તેઓમાં વધારાનું વજન પાછુ જોવા મળતું હતું.
કાઉન્સિલરના પ્રોગ્રામ લીડર ડૉ. રેબેકા હાર્ડીએ જણાવ્યું હતું કે લોકોએ તેમનાં વજન પર કાબુ મેળવતા શીખવું જોઈએ તેને વધવા ન દેવું જોઈએ નહીં કે તેને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.
જીન પ્રમાણે પુરૂષોમાં ધીરે ધીરે વજન વધે છે જ્યારે સ્ત્રીઓમાં 30ની ઉંમર બાદ અચાનક જ વજન વધારે દેખાવા લાગે છે.
જોકે રેબેકાએ ઉમેર્યું હતું કે, વજન ઘટાડવાના પ્રયાસો ન કરવાનો અર્થ એ નથી થતો કે તમે ડાયેટ પર ધ્યાન ન આપો કે પછી કસરત કરવાનું બંધ કરી દો
No comments:
Post a Comment