Monday, 25 July 2011

બ્લડ પ્રેશર ઓછુ કરે છે પાલક



આપણે સૌ જાણીએ છીએ કે પાલકમાં ભરપૂર માત્રામાં આર્યન શરીરને ઉર્જા પૂરી પાડે છે. પણ એક નવા સંશોધન અનુસાર જાણવા મળ્યુ છે કે પાલકમાં નાઈટ્રેટ હોય છે જે શરીરને મજબૂત બનાવે છે અને તેના કારણે શરીરનો વિકાસ ઝડપી બને છે.

પાલક આપણા શરીરમાં જરૂરી તત્વો પૂરા પાડે છે. આના દ્વારા માત્ર શરીરનો વિકાસ નથી થતો પણ નસોને ખોલે છે જેના કારણે બ્લડ પ્રેશર જેવી બીમારીઓ થવાની શક્યતા નથી રહેતી.

સ્વીડનમાં વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ દિવસ પાલક ખાય તો બ્લડ પ્રેશરની સમસ્યા નથી થતી. કારણ કે તેમાં રહેલુ અકાર્બનિક નાઈટ્રેટ નસોમાં જામી રહેલા કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે.

No comments:

Post a Comment