Thursday, 28 July 2011

આ 'ફળ'ની સુંગધ માત્રથી દુર થશે માઈગ્રેનનો અસહ્ય દુખાવ!



-સફરજનની સુંગધ માત્રથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે

સફરજન આપણાં સ્વાસ્થ્યને સુંદર રાખે છે. પણ હાલમાં જ થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે સફરજનની ખુશ્બૂથી માઈગ્રેન જેવી બીમારી દુર થઈ શકે છે.

આ માટે સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ અને શિકાગો રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા 50 લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું આ સંશોધનમાં જાણવાં મળ્યું છે કે સફરજનની સુંગધ લેવા માત્રથી માઈગ્રેનનાં દુખાવાથી છુટકારો મળે છે.

ઓક્સફોર્ડની સમરવિલ કોલેજના સાયન્સ એન્ડ હ્યુમનના પ્રોફેસર ચાલ્સ સ્પેન્સના જણાવ્યાં પ્રમાણે માઈગ્રેન જેવી સમસ્યા આજે મોટાભાગનાં લોકોમાં જોવા મળે છે તેવામાં સફરજનની સુંગધ માત્રથી જો આ બીમારીથી છુટારો મળતો હોય તો લોકોને ઘણો ફાયદો થઈ શકે છે.

No comments:

Post a Comment