Wednesday, 27 July 2011

પ્રોટીનનો સ્ત્રોત પનીર(cheese)


આહારમાંથી હું આયર્ન કેવી રીતે વધારી શકું?

આયર્ન એ આહાર માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તે હિમોગ્લોબીન બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે કે જે શરીરને ઓક્સિજન પૂરો પાડે છે. આયર્ન તંદુરસ્ત લોહી બનાવવા અને જાળવી રાખવામાં મદદ કરે છે. બાળકો અને સ્ત્રીએ ચોક્કસ પ્રમાણમાં આયર્ન  તેમના રોજિંદા આહારમાં લેવું જોઈએ. જો તમે તમારા ભોજનમાં આયર્નથી ભરપૂર આહાર નહીં લો તો તમે થાક અનુભવશો. તમારે તમારા આહારમાં સિરિયલ્સ જેવી આયર્નયુક્ત વસ્તુઓ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આ બધી વસ્તુઓ વધારે આયર્ન પૂરું પાડે છે. જેમ કે બીટ, અંજીર, અખરોટ, ઇંડાં, કઠોળ, દાળ અને પાલક, માંસ વગેરે આયર્ન પૂરું પાડતા સારા સ્રોત છે. વધારામાં તમારે વિટામિન સીથી ભરપૂર ખાટાં ફળો, જ્યૂસ, લીંબુ, લીલાં શાકભાજી વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વિટામિન સી તમારા શરીરમાં આયર્નને વધુ શોષવામાં મદદરૃપ થાય છે. ચા, કોફી આયર્નના શરીરમાં થતા શોષણને ઘટાડવાનો ભાગ ભજવે છે એટલે ખાવાના સમયે તેમનો ઉપયોગ ટાળવો જોઈએ.

શું હું પનીરનો ઉપયોગ મારા રોજિંદા ડાયટમાં કરી શકું ?

કોઈ પણ જાતનું મલાઈ, પનીર કે જે બજારમાં મળે છે, તેમાં વધારેપડતું ફેટ અને કોલેસ્ટ્રોલ હોય છે. પનીર એ પ્રોટિન અને કેલ્શિયમનો ખૂબ જ સારો સ્રોત છે અને પનીર એ તમે તમારા આહારમાં લઈ શકો, પરંતુ તે ઓછા ફેટવાળું હોય કે ફેટ-ફ્રી દૂધમાંથી બનાવેલું હોય તો. તમે પનીર ખાતાં પહેલાં ખાતરી કરી લો કે તમે જે પનીર ખાવ છો, તે ઘરે બનાવેલ ઓછા ફેટવાળા દૂધમાંથી બનાવેલું છે અથવા ચાલુ દૂધમાંથી મલાઈ કાઢેલા દૂધનું છે. પછી આહારમાં લો તે વધારે હિતાવહ છે.

No comments:

Post a Comment