Friday, 29 July 2011

પ્રસૂતા માટે ઘાતક મોબાઇલ

થોડા સમય પહેલાં ચેન્નાઇથી આવેલી બે માસના બાળકની માતાએ એક રસપ્રદ વાત કરી. તેમના બાળકનો ચેન્નાઇમાં જન્મ થયેલો તે મેટરનીટી હોમમાં જ મોબાઇલ ફોન સાથે પ્રવેશબંધી હતી. ઇન્ટેન્સિવ કેર યુનિટની જેમ પ્રસૂતિગૃહોમાં પણ મોબાઇલ ફોન પર પ્રતિબંધ આવકારદાયક છે. સર્ગભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનાથી જ માતાએ મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો જોઇએ. લેન્સેટ નામની પ્રતિષ્ઠિત જરનલે પણ થોડા વખત પહેલાં નોંધ્યું હતું કે મોબાઇલ ફોનના રેડિયો મેગ્નેટિક કિરણો ગર્ભસ્થ શિશુના રંગસૂત્રો (ડીએનએ), તેના વિકસતા મગજ તથા ચેતાતંતુને ગંભીર હાનિ પહોંચાડે છે.

બાળકના જન્મ બાદ ધાત્રી માતાએ પહેલાં છ મહિના મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવો જોઇએ. નવજાત શિશુની માતાને ધાવણ આવવામાં તકલીફ થવી, નવજાત શિશુ અકારણ રડ્યા કરે તથા તેના મગજને હાનિ પહોંચે વગેરે તકલીફો પુરવાર થઇ ચૂકેલી છે. ૧૦ વર્ષથી નાના બાળકોના ચેતાતંતુ અને મગજને મોબાઇલનું રેડિએશન કાયમી નુકસાન પહોંચાડે છે.

બાળકોની એકાગ્રતા પર પણ અસર થાય છે. નવજાત શિશુના મગજને ગંભીર ખતરો ઊભો થતો હોય છે. નવજાત શિશુ ગાઢ ઊંઘમાં હોય અને તેનાથી ૪ મીટર દૂર વાઇબ્રેટર પર મોબાઇલ રાખી ૧૨૦૦ બાળકો પર થયેલો અભ્યાસ સૂચવે છે કે ૫૪ ટકા શિશુઓમાં પાંચ મિનિટમાં જ ઊંઘમાં ખલેલ પડતી હતી. ત્યાર બાદ ૨ કલાક સુધી કારણ વિના તેઓ રડ્યા કરતાં હતાં.

No comments:

Post a Comment