Wednesday, 27 July 2011

બ્રેકફાસ્ટની બાદબાકી, બીમારીનો સરવાળો!

નાસ્તો એ આખા દિવસનો સૌથી અગત્યનો આહાર છે. શાળાએ જવાની ઉતાવળમાં અને કામ પર પહોંચવાની ધમાલમાં તમારું સંતાન કે તમે મોટા ભાગે રોજ સવારે નાસ્તો કર્યા વગર જ નીકળી જાઓ છો? તમે એના માટે જરા પણ સચેત છો ખરા? બ્રેકફાસ્ટ ભૂલી જવો એટલે પોષણ માટે થતી ઘણી મહત્ત્વની ભૂલોમાંની એક ભૂલ, જે મોટા ભાગના લોકો કરે છે. ‘બ્રેકફાસ્ટ કરો. એ આખા દિવસનો સૌથી અગત્યનો આહાર છે.’ શા માટે ડાયેટિશિયન હંમેશાં એવું કહે છે? વેલ, માનો કે તમે કાર છો. આખી રાતની ઊંઘ પછી તમારી પેટ્રોલની ટાંકી ખાલી છે, તો બ્રેકફાસ્ટ એ તમારું પેટ્રોલ છે, જે તમને રસ્તા પર હંકારી શકે છે. સાવ સાદી ભાષામાં કહીએ તો બ્રેકફાસ્ટ એટલે ‘બ્રેકિંગ ધ ફાસ્ટ.’

No comments:

Post a Comment