Monday, 25 July 2011

સરગવાની રામબાણ દવાઓ


 
- સરગવાની શીંગનું શાક દીપન-પાચન કરનાર તથા વાત વ્યાધિમાં પથ્ય ગણાય છે. વધેલી બરોળ, સોજા તથા કાળજાના રોગોમાં લાભકારક છે.

- સરગવાનાં પાનનો રસ પિવડાવવાથી હેડકી-શ્વાસ મટે છે.

- સરગવાનાં પાનના રસમાં સાકર મેળવી ત્રણ દિવસ પિવડાવવાથી વાયુનો ગોળો મટે છે.

- સરગવાનાં પાનના રસનું માથા ઉપર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે.

- સરગવાનાં પાનના સ્વરસમાં સમાન ભાગે મધને મેળવી આંખમાં આંજવાથી વેદના દૂર થઇ દુખતી આંખો મટે છે.

- સરગવાનાં પાનમાં વિટામિન ‘એ’ સારા પ્રમાણમાં રહેલ છે. તેમજ તેના પાન જંતુઘ્ન છે.

No comments:

Post a Comment