Friday, 29 July 2011

પેઇનકિલર કોલોન કેન્સરથી બચાવે છે ?

 
એસ્પ્રિન અને આઇબુપ્રોફેન જેવી દર્દનિવારક દવા નિયમિત રીતે લેવાથી કોલોન અથવા રેકટલ કેન્સર થવાનો ખતરો ઓછો થઈ જાય છે. એક નવા અભ્યાસમાં એવું શોધી કાઢવામાં આવ્યું કે, દરરોજ પેઇનકિલર દવા લેનારા લોકોમાં કોલોન કેન્સર થવાનો ખતરો ૨૮ ટકા સુધી ઘટી જાય છે.

નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કોલોન કેન્સરની ફેમિલી હિસ્ટ્રીવાળા લોકોને પણ તેનો ફાયદો થાય છે. જો કે વિજ્ઞાનીઓ કહે છે કે, પેઇનકિલર દવાઓ નિયમિત રીતે લેવાના નુકસાન વિશે વધુ માહિતી નહીં હોવાથી તેઓ કોલોન કેન્સરનો ખતરો ઓછો કરવા માટે પેઇનકિલર દવાઓ લેવાની સલાહ આપી રહ્યા નથી.

No comments:

Post a Comment