ઓછા સૂર્યપ્રકાશમાં મગજ અને આંખને વધુ જહેમત લેવી પડે છે
એક અભ્યાસમાં જણાવ્યા મુજબ ઉત્તરમાં વસી રહેલા લોકોનું મગજ દક્ષિણમાં વસી રહેલા લોકો કરતાં મોટું હોય છે. બ્રિટિશ સંશોધકોનું કહેવું છે કે તેનો અર્થ એ નહીં કે ઉત્તરના લોકો દક્ષિણના લોકો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. વાસ્તવમાં ઉત્તરના લોકોને લાંબા શિયાળાનો સામનો કરવો પડતો હોય છે અને તેમને તે દરમિયાન ઓછો સૂર્યપ્રકાશ મળતો હોય છે.
વાસ્તવમાં ઓકસફર્ડ યુનિવર્સિટીની ટીમ વિશ્વભરની ૫૫ ખોપરીઓના પરીક્ષણ બાદ આ તારણ સુધી પહોંચી છે. સંશોધકોનું કહેવું છે કે વિષુવવૃત્તથી ઉત્તરે આવેલા દેશોના લોકોની આંખો મોટી હોય છે, જ્યારે દક્ષિણમાં વધુ સૂર્યપ્રકાશમાં વસતા લોકોની આંખ ઝીણી હોય છે.
અથૉત ઓછા સૂર્યપ્રકાશમાં જીવતા લોકોનાં મગજ અને આંખને વધુ કામ કરવું પડે છે. આંખોને તસવીરોને યોગ્ય સ્થિતિમાં જોવા વધુ જહેમત લેવી પડે છે. પરંતુ જેમ જેમ વિષુવવૃત્તથી ઉત્તરે જાઓ તેમ તેમ સૂર્યપ્રકાશ ઘટતો જાય છે. વસ્તુને યોગ્ય સ્વરૂપમાં નિહાળવા અને મગજને ર્દશ્ય સૃષ્ટિનો અહેસાસ કરવા વધુ જહેમત કરવી પડે છે અને તે સંજોગોમાં તેમનું કદ મોટું હોય છે

No comments:
Post a Comment