Wednesday, 27 July 2011

જે વ્યક્તિઓ વજન ઉતારવાનો પ્રયાસ કરતી હોય...

જે વ્યક્તિઓ વજન ઉતારવાનો પ્રયાસ કરતી હોય તેઓએ કોલેસ્ટ્રોલની ઊંચી માત્રા ધરાવતા હોય તેવા ખોરાક વાપરવાનું ટાળવું જોઈએ. સારા/ પથ્ય તેલ વિ. ખરાબ/ અપથ્ય તેલ લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ, તેલીબિયાનું તેલ, મોનોસેચ્યુરેટેડ ચરબી ધરાવે છે. જે સારી ચરબી ચરીકે જાણીતી છે. સારા તેલઃ તેલીબિયાનું તેલ,ઓલિવ ઑઇલ, સેફ્લાવર ઑઇલ. ખરાબ તેલઃ પામ ઑઇલ, નાળિયેર તેલ, (કોકોનટ ઑઇલ) ડાલ્ડા ઘી. સારા કાર્બ્સ (કાબ્રોહાઈડ્રેટ્સ) વિ. ખરાબ કાર્બ્સ આખા ઘઉં (બોસ વ્હીટ) બાજરી જેવાં આખા અનાજ/ ધાન્ય જેવાં રેસાઓનો ભરપૂર સ્ત્રોત ધરાવતા કાર્બોહાઈડ્રેટસ વાપરો. તળેલાં ખોરાક, કેક અને પેસ્ટ્રી જેવાં સ્વરૂપમાં ચાળેલાં (રિફાઇન કરેલાં) લોટ/ આટાનો ઉપયોગ ટાળવો જોઈએ. 

ડાયેટિશિયનની કલમે - સોહિની શાહ, બી.એસ., આર.ડી. (યુએસએ)

No comments:

Post a Comment