
તમને કદાચ માનવામાં નહીં આવે કે વધુ પડતા ગુસ્સા અને તાણને કારણે પણ ચહેરા પર કરચલીઓ થઇ શકે છે.
ચહેરા અને શરીરની ત્વચા પર કરચલીઓ વધારે હોય તો કોઇને ગમે નહીં. સમય કરતાં વધારે ઉંમર દેખાય તે વાત કોઇને ગમતી નથી તો પછી ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે શું કરવું તે પ્રશ્ન સૌના મનમાં ઉદ્ભવે છે. ચહેરા પર લાંબા સમય સુધી કરચલીઓ ન પડે અને કાંતિમય રહે તે માટે કાળજી લેવી જરૂરી છે. ઉંમર વધવાની સાથે ત્વચાનું ઉપરનું પડ સંકોચાઇ જાય છે અને અંદરનું પડ લચીલું બની જાય છે.
ફક્ત ચહેરા પર જ નહીં, આખા શરીરની ત્વચા આ રીતે લચી પડે છે, પણ તેની સૌથી વધારે અસર શરીરના એ ભાગ પર જોવા મળે છે, જે સૂર્યકિરણોના સીધા સંપર્કમાં વધારે આવે છે. એના કારણે જે કરચલીઓ, ડાઘ, શુષ્કતા વગેરે તકલીફો વધારે જોવા મળે છે. તેથી જ હાથ-પગ, ડોક, ચહેરો જેવા ભાગો પર કરચલી ઝડપથી થઇ જાય છે.
પહેલાં આપણે કરચલી કેવા પ્રકારની છે તે જાણી લેવું જોઇએ. કરચલી બે પ્રકારની હોય છે. ઉપરની તરફ દેખાતી કરચલીઓ અને અંદર સુધી પહોચી ગયેલી કડક કરચલી. આનો ઉપચાર સરળતાથી કરીને તેને દૂર કરી શકાય. સૌથી પહેલાં તો સૂર્યના તાપથી પોતાને બચાવવાનો ઉપાય શોધી લો. જ્યારે પણ ઘરની બહાર નીકળો તો પોતાને સારી રીતે કવર કરી લો. આંખ પર સારી કવોલિટીના સનગ્લાસ પહેરો, હાથ-પગ, ચહેરા, ગરદન પર સનસ્ક્રીન લોશન લગાવો અને કોટનનો પાતળો દુપટ્ટા કે સમરકોટથી આ ભાગને ઢાંકી લો.
સમયાંતરે ફેશિયલ અને બ્લીચિંગ પણ કરાવતાં રહો. આ ઉપરાંત, શાકભાજી અને ફળો પણ નિયમિત ખોરાકમાં લેવાથી ત્વચાની ચમક જાળવી શકો છો. તમારો સ્વભાવ પણ તમારા ચહેરા પરની કરચલીઓ માટે જવાબદાર બની શકે છે. જેમ કે, વારંવાર ગુસ્સો આવવો, વધારે પડતો તણાવ હોવો, વારંવાર સ્વભાવ ચીડિયો બની જવો જેવા કારણો ચહેરાની ત્વચાને સૌથી વધારે અસર કરે છે. તેથી બને તો આ બાબતોને સ્વભાવમાં દાખલ ન થવા દેવી અને આનંદમાં રહેવું.
- જો તમારી ઉંમર ત્રીસ વર્ષની કે તેથી વધારે હોય તો રાત્રે સૂતી વખતે ત્વચા પર હળવા હાથે નાઇટક્રીમ લગાવીને સૂવું.
- નિયમિત રીતે જો તમે મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરશો તો તે પણ ફાયદાકારક સાબિત થશે.
- એન્ટિએજિંગ ક્રીમનો ઉપયોગ કરતાં હો તો સન પ્રોટેકશન ક્રીમ કે મોઇશ્વરાઇઝરનો ઉપયોગ પણ કરવો.
- નિયમિત રીતે ચહેરો ધોવાનું રાખો અને વધારે ખુશ રહો. જેથી તમારી અંદરની ખુશી ચહેરા પર દેખાશે.
No comments:
Post a Comment