
-જો આવા લક્ષણો દેખાય તો સમજો કે તમારું શરીર જવાબ આપી રહ્યું છે
શરીર જુવાન હોય, લોહી ગરમ હોય અને મન પણ આકાશમાં વિહરતું હોય ત્યારે કોઇ પણ ઘ્યેય આસાન લાગતું હોય છે પરંતુ જયારે શરીર સાથ આપવાનું ધીમે ધીમે બંધ કરી દે અને નાની નાની બાબતમાં મોટી મોટી તકલીફ પડવા માંડે ત્યારે સમજવું કે ઉમરનો એક પડાવ આવી ગયો છે જે સામાન્ય રીતે કોઇને ગમતો નથી પરંતુ અપનાવ્યા વિના છૂટકો પણ નથી.
જો પુરુષો ટેલિવિઝન સામે બેસીને એકાદ ઝોકું ખાઇ લે કે પછી વાળ ઓળવાની દરકાર પણ ન લે, કે ખરેલા વાળ ગમે ત્યાં ઉડવા દે તો સમજી લેવું કે શરીરની હવે ઉમર થઇ ગઈ છે
જો સ્ત્રીઓની વાત કરીએ તો વસ્ત્રો પ્રત્યે પહેલાં જેટલી સભાનતા ન રહે, જે વસ્ત્રો પહેલાં મોડર્ન જ પહેરવા ગમતા હતા, તેમાં હવે જે જસ્ત્રો શરીરને માફક આવે તેવા ગમવા લાગે,સ્ટાઇલનું સ્થાન કોમ્ફર્ટ લે ત્યારે સમજી લેવું કે હવે ન ગમે તેવી સ્થિતિ આવી રહી છે.
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અગાઉ તો કઇ વસ્તુ કયાં મૂકી છે તે આસાનીથી યાદ રહી જતું, અને હવે પર્સ, ચાવી , હેન્ડબેગ કે જવેલરી કયાં મૂકી છે તે ભૂલાઇ જાય છે.
કાર કે સ્કૂટર હવે ધીમેધીમે ચલાવવું ગમે છે અને જુવાનીના જોશનું સ્થાન સલામતી અને સુરક્ષા લઇ લે છે. સંશોધકોએ નક્કર તારણ પર આવતાં પૂર્વે પ૦ જેટલા લોકોનો સર્વે હાથ ધર્યો હતો.
No comments:
Post a Comment