Tuesday, 26 July 2011

લ્યો! હવે તો તમે ક્યારેય ઘરડા નહીં દેખાવો



સફેદ વાળ હવે કદાચ થોડા જ દિવસોના મહેમન છે અને આ તો વિતેલા જમાનાની વાત થઈ ગઈ હોય તેમ લાગે છે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે એવા પ્રોટીનની શોધ કરી છે કે જેનાથી વાળના રંગમાં કોઈ જ ફેરફાર થશે નહીં.

કેટલાંયે પ્રયોગો બાદ ન્યૂયોર્ક યુનિવર્સિટીના લાંગોન મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકોએ એક ભાગના વાળ પર સંશોધન કરી કલર બદલતું રોકવા જવાબદાર પ્રોટીન ડબ્લ્યૂએનટી શોધી કાઢ્યું છે.

આ સંશોધન બાદ તે દવાઓ, લોશનો અને શેમ્પુઓની સંભાવનાઓ પેદા થઈ ગઈ છે જમાં ડબ્લ્યૂએનટીનું સ્તર વધારે હશે જેથી સફેદ વાળ બનતાં જ ઘટશે. એટલું જ નહીં સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ પ્રોટીનના ઉપયોગથી વાળનો જૂનો રંગ પણ પાછો મેળવી શકાય છે એટલે કે સફેદ વાળ નેચરલી કાળા કરી શકાશે.

વૈજ્ઞાનિકોએ તેમના આ પ્રયોગ દ્વારા જણાવ્યું હતું કે, આ પ્રોટિન એવી રાસાયણીક ક્રિયાઓ કરે છે કે જેનાથી માથાની ત્વચામાં સ્ટેમ કોશિકાઓ વધે છે અને પિગમેંટ પેદા થાય છે જે વાળનો રંગ બદલવામાં સક્ષમ છે.

No comments:

Post a Comment