
-સ્ત્રીઓને એક નજરે જ પસંદ પડી જાય છે રમૂજી સ્વભાવ ધરાવતા પુરુષો
હાલમાં જ થયેલાં એક સર્વેમાં બહાર આવ્યું છે કે મહિલાઓને કેવા પુરૂષો પસંદ હોય છે. 5000 સ્ત્રીઓ પર થયેલા આ સર્વેમાં જાણવા મળ્યું છે કે રમૂજ સ્વભાવ ધરાવતા અને સારું સેન્સ ઓફ હ્યુમર ધરાવતા પુરૂષો સ્ત્રીઓને ખૂબ ગમે છે.
સર્વે કરાયેલી 65 ટકા સ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓને ફક્ત બોડી બિલ્ડીંગને મહત્વ આપતાં પુરુષો નિરાશ કરે છે, જ્યારે 86 ટકા સ્ત્રીઓએ જણાવ્યુ હતું કે અહંકારી અને પોતાને સૌથી સર્વપરી માનતા પુરુષો સૌથી વધુ નિરાશાજનક હોય છે.
જો કે 4માંથી 1 પુરુષ સુંદર અને સુઘડ શરીર ધરાવતી સ્ત્રીઓને પ્રાધાન્ય આપે છે જ્યારે સ્ત્રીઓ આંતરિક ચળકાટથી લઈને હોટ લુક્સ ધરાવતા પુરુષોને પસંદ કરે છે.
આ સર્વેમાં 99 ટકા સ્ત્રીઓએ રમૂજી સ્વભાવનો પુરુષ જેનું વર્તન પણ સારું હોય તેને પસંદ કરે છે.
No comments:
Post a Comment