Wednesday, 27 July 2011

અનોખી શોધઃ આ જ્યુસથી વૃદ્ધો બની જાય છે જવાન!

 
 
  કુદરતે આપણી ધરતી ઉપર એકથી ચઢિયાતા સ્વાદિષ્ટ અને ગુણકારી ફળ અને શાકભાજીઓ પૈદા કરી છે. જમીનની અંદર પેદા થતા બીટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી કંદમૂળ છે. બીટના ગુણો ઉપર હાલમાં જ કરવામાં આવેલ રિસર્ચના પરિણામો ઘણા જ ઉત્સાહવર્ધક જોવા મળ્યા છે.

રિસર્ચના પરિણામ પરથી બીટનો રસ વૃદ્ધોને ઊર્જાવાન બનાવી શકે છે. એક નવા અધ્યયન પ્રમાણે આ રસ વડીલ લોકોમાં ફરીથી જુવાની જેવો જોશ પેદા કરે છે.

અધ્યયન પ્રમાણે વૃદ્ધોએ બીટનો રસ પીધા પછી હળવી કસરત કરવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે. તેમને પગેથી ચાલવા માટે જેટલો પ્રયત્ન કરવો પડે છે બીટનો રસ પીવાથી તેમાં 12 ટકા સુધીનો ઘટાડો આવે છે.

જર્નલ ઓફ એપ્લાઇડ ફિજીયોલોજીમાં બ્રીટનમાં એક્ઝીટક વિશ્વવિદ્યાલયના સંશોધકોના જણાવ્યા પ્રમાણે બીટનો રસ પીધા પછી વૃ્દ્ધ વ્યક્તિએ એવા કામ કરી શકે છે જેની માટે તેઓ કદાચ પ્રયત્ન જ કરતા ન હતા.

ડેલી મેલ પ્રમાણે બીટનો રસ રક્તવાહીનીઓમાં ફેલાઈ જાય છે અને તેનાથી શારીરિક સક્રિયતા દરમિયાન માંસપેશીઓને ઓક્સિજનની જરૂરિયાત ઓછી થઈ જાય છે. લોકોની ઉંમર વધારવા કે તેમના હૃદય પરિસંચરણ તંત્રને પ્રભાવિત કરનારી સ્થિતિઓ નિર્મિત થાય ત્યારે તેમનામાં કસરત દરમિયાન અંદર લેવામાં આવતા ઓક્સિજનની માત્રા નાટકીય રીતે ઓછી થઈ જાય છે.

No comments:

Post a Comment