
આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં કારેલાને ઘણું ગુણકારી અને ફાયદાકારક ગણાવ્યું છે. પરંતુ તેના ગુણો ઉપર વૈજ્ઞાનિક વિશ્લેષણોની પ્રાપ્ત પરિણામોએ પણ પ્રામાણિકતાનો સિક્કો લગાવી દીધો છે. આવો જોઈએ કડવા કારેલા પોતાના કયા દુર્લભ ગુણોને કારણે આટલા ફાયદાકારક છે....
કારેલામાં વિટામીન-સી સિવાય એમાં ગંધયુક્ત બાષ્પશીલ તેલ, કેરોટીન, ગ્લૂકોસાઈડ, સોપોનિન, એલ્કેલાઇડ તથા બિટર્સ જોવા મળે છે. આ બધા પૌષક તત્વોને કારણે જ કારેલા શાકભાજી કરતા ઔષધીનું કામ વધુ કરે છે. તેના ઔષધિય ગુણો આ પ્રમાણે છે.
-કારેલા ડાયાબિટિસમાં રામબાણ ઔષધિનું કામ કરે છે. છાયાડામાં સૂકવેલા કારેલાનો એક ચમચી પાવડર દરરોજ સેવન કરવાથી ડાયાબિટિસમાં ચમત્કારિક લાભ મળે છે. કારણ કે કારેલા પેન્ક્રિયાસને ઉત્તેજીત કરી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારે છે.
-બિટર્સ તથા એલ્કેલાઇડની ઉપસ્થિતિને કારણે તેમાં રક્તશોધક ગુણ જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી ફોલ્લીઓ અને ચામડીના રોગો થતા નથી.
-કારેલાના બીજમાં વિરેચક-તેલ જોવા મળે છે. જેને કારણે કારેલાનું શાક ખાવાથી કબજિયાત થતું નથી.
-તેના સેવનથી એસીડીટી, ખાટા ઓડકારોથી આરામ મળે છે.
-વિટામીન એની ઉપસ્થિતિને કારણે આ શાક ખાવાથી રતાંધણાપણુ રોગ નથી થતો.
-જોડોના દર્દમાં કારેલાનું શાક ખાવાથી જોડો ઉપર કારેલાના પાનાનો રસ લગાવાથી આરામ મળે છે.
No comments:
Post a Comment