
શબ્દોની તાકાત અને ચમત્કાર વિશે આપણે દરેક એ કંઇને કંઇક વાંચ્યુ કે સાંભળ્યુ હશે.પરંતુ કોઇપણ જાતનાં વૈજ્ઞાનિક આધાર પર કોઇપણ જાતનાં પ્રમાણ વગર સરળતાથી દરેક વસ્તુને શ્રદ્ધા સાથે સ્વીકારવાનો જમાનો નથી રહ્યો.આપણું આધુનિક વિકસીત અને તાર્કિક મન –મસ્તિષ્ક દરેક વાતની પાછળ વૈજ્ઞાનિક આધાર અને તાર્કિક કારણ ઝંખે છે.
આપણે ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકોમાં મંત્રોની અદભુત અને ચમત્કારી શક્તિઓ વિશે ઘણાં પ્રસંગો અને ઘટનાઓનું વર્ણન પણ વાંચ્યું હશે.પરંતુ આધુનિક માણસ તો માત્ર આંખો દેખી વાતોને જ સાચી માનવામા માને છે એટલે જ તો આજે ધાર્મિક પુસ્તકોમાં લખેલી વાતો પર સત્ય કે તથ્યને માનવામાં ઉત્તરોઉત્તર ઘટાડો જોવા મળે છે.
અહીં અમે જે શબ્દ અને અદભુત શક્તિઓ વિશે વાત કરી રહ્યા છે તેમાં મોટાભાગનાં લોકો પરિચિત હશે અને તેની સાથે સંમત પણ હશે.તે શબ્દ છે- 'ऊँ'.આ શબ્દની અદભુત શક્તિઓ વિશેની વાતો અને વિધાનોથી ધર્મશાસ્ત્રો ભરેલાં પડ્યા છે.
'ऊँ' નું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિને જેટલાં ફાયદા થાય છે તેનું શબ્દોમાં વર્ણન કરવું પણ સંભવ નથી.ધ્વનિ વિજ્ઞાનનાં સૂક્ષ્મ સિદ્ધાંતો પર કામ કરનારૂ મંત્ર વિજ્ઞાને પણ આ 'ऊँ' ને અત્યંત ફાયદાકારક ધ્વનિ માનવામાં આવે છે.કારણ કે 'ऊँ' નાં ઉચ્ચારણથી ઉત્પન્ન ધ્વનિ ઉચ્ચારણ કર્તાને સીધાં બ્રહ્માંડની કૉસ્મિક એનર્જી સાથે જોડી દે છે.આ કનેકશન સાથે જોડાવાથી વ્યક્તિને આશ્વર્યજનક રીતે શારીરિક,માનસિક અને આધ્યાત્મિક લાભ મળે છે.
આધુનિક વિજ્ઞાન પણ તે વાતને માને છે કે 'ऊँ' શબ્દનાં ઉચ્ચારણથી વ્યક્તિને શારીરિક અને માનસિક રૂપે ઘણાં ફાયદા થાય છે.
વૈજ્ઞાનિક શોધનાં નિષ્કર્ષ
અમેરિકાનાં પ્રો.જે મોર્ગન (એમ.ડી) એ પોતાનાં સાડા ચાર હજાર દર્દીઓની સારવાર દવા વગર માત્ર 'ऊँ' બોલાવીને કરી હતી. આ સંદર્ભે પ્રો.કહે છે કે. ખરેખર બહુ જલ્દી અને ઘણો આશ્વર્યજનક અસર થાય છે.તેનાં ઉચ્ચારણથી નીકળેલી ધ્વનિ-તરંગો રોગીની રોગ પ્રતિરોધક ક્ષમતાને અચાનક જ ઘણી વધારી દે છે.
પ્રયોગ કરો અને લાભ ઉઠાઓ
તમે પોતે પણ 'ऊँ' ના ચમત્કારી લાભોનો ફાયદો ઉઠાવી શકો છો.રોજ સવારે અને રાતે સુતા સમયે 'ऊँ'નો જાપ પાંચ-દસ મિનિટ સુધી કરો અને પછી થોડી વાર કંઇ પણ બોલ્યા વગર (માનસિક) જાપ કરો.તમે જોઇ શકશો કે અમુક જ દિવસોમાં તમારાં દરેક શારીરિક અને માનસિક રોગ ઠીક થતાં જશે.બુદ્ધિ,સ્મરણ શક્તિ,તાકત, ઉત્સાહ, પ્રસન્નતાં વધતી જ જશે.દસ-બાર દિવસમાં જ મોટો આશ્ચર્યજનક અસર જોવાં મળશે.
No comments:
Post a Comment