Friday, 29 July 2011

થોડી, થોડી પીશો તો પણ, છે તો ખરાબ જ !!

 
 
  એવું નથી કે માત્ર વધુ પીનારા લોકો જ કેન્સરના શિકાર બને છે. બ્રિટનમાં હાલમાં જ પ્રકાશિત એક શોધમાં કહેવામાં આવ્યું છે કે, રોજનું નક્કી કરેલથી ઓછું આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો પણ કેન્સરનું જોખમ વધારે જ છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોના ધ્યાનમાં આવ્યું છે કે, જો ઓછું પીવો કે વધુ પીવો, તેમ છતાં આ બીમારીની આશંકાઓ તો રહે છે. શોધમાં એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે, આલ્કોહોલના લીધે દરવર્ષે 13 હજાર લોકો, મો, સ્તન, અન્નનળીના કેન્સરના શિકાર બને છે. વધુ આલ્કોહોલના સેવનથી લીવર ફેલ થઈ જવાની ઘટનાઓ તો આપણા ભારત દેશમાં પણ સામાન્ય રીતે રોજે રોજ બને જ છે. એટલે આલ્કોહલથી દૂર રહેવું તે જ એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય છે.

No comments:

Post a Comment