Friday, 29 July 2011

હેલ્થી ટી રાખે હેલ્થી



ચા એવું પીણું છે, જેના રસિયાઓ જેટલી વાર ચા પીએ તો પણ ઓછી પડે. જોકે હવે કોર્પોરેટ સેક્ટરમાં અને હેલ્થ કોન્શિયસ લોકો હેલ્થી ટીનું સેવન કરવાનું વધારે પસંદ કરે છે.

થોડા સમય પહેલાં ચાનું મુખ્ય કામ સવારે ઊંઘ ઊડાડવા અને સુસ્તી દૂર કરવા પૂરતું સીમિત હતું, પરંતુ બિઝનેસની દ્રષ્ટિએ વિચારીએ તો ઓફિસમાં કલાકો સુધી ચાલતી ગંભીર મીટિંગમાં પણ ચાની હાજરી અનિવાર્યપણે વરતાવા લાગી છે. ખરેખર તો ચાનો એક કપ પીવાથી શરીરને કોઇ ગંભીર નુકસાન નથી પહોંચતું પણ દર બે-ત્રણ કલાકે એક કપ ચા પીવા જોઇતી હોય, તો આ આદત તાત્કાલિક ધોરણે બદલી નાખવી જોઇએ. પણ એમ કંઇ વર્ષોજૂની ચા પીવાની ટેવ છુટે? આના કરતાં તો ચાની વેરાઇટી બદલવી જોઇએ એટલે કે ચા પીવાની પણ હેલ્થી ટી પીવાની. હાલમાં હેલ્થી ટી પીવાનો ટ્રેન્ડ કોર્પોરેટ કંપનીઓમાં જોવા મળે છે. કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા લોકોએ હોંશે હોંશે હેલ્થી ટીનો કન્સેપ્ટ અપનાવી લીધો છે. કોર્પોરાઇટ્સને હવે લેમન ટી, બ્લેક ટી, અરોમા અને ઓલિવ ટી જેવી હેલ્થી ચા પીવાનું કોઠે પડી ગયું છે. જોકે ભારતના બજારમાં હાલમાં મુખ્યત્વે ૫૦ પ્રકારની હેલ્થી ટી જોવા મળે છે. દેશના વિવિધ ભાગમાં એક હજાર કરતાં વધારે પ્રકારની ચા અસ્તિત્વમાં છે. થોડા સમય પહેલાં જ આમાં ભારતમાં ચીનની હાઇબ્રિડ ચાનો ઉમેરો થયો છે. હેલ્થી ટી પીવાથી હાઇ બી.પી., હૃદયરોગ, કિડની અને પેટની બીમારીથી દૂર રહી શકાય છે.

ગ્રીન ટી
સામાન્ય ચામાં (ખાંડ) ગ્લુકોઝમાંથી મળતાં ગળપણને બદલે ગ્રીન ટીમાં રહેલી કુદરતી સુગંધ (એરોમા) ચાને ગળી બનાવે છે. આમાં કુદરતી રીતે ગ્લુકોઝ રહેલું હોવાથી ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરમાં ૪૦ ટકા ઓછું ગ્લુકોઝ જમા થાય છે. એટલે ડાયાબિટીક લોકોએ ગ્રીન ટી પીવાની ટેવ પાડવી જોઇએ. એરોમામાં રહેલું એન્ટિઓક્સિડન્ટ તત્વ કિડની, લીવર અને હૃદયને લગતી બીમારીઓથી બચાવે છે. ગ્રીન ટીમાં રહેલું ઇજીસીજી નામનું તત્વ લોહીમાંના એલડીએલને કાબૂમાં રાખે છે. તો ઓલિવ ટીમાં રહેલું ઓલિવર નામનું કુદરતી તત્વ આર્થરાઇટિસની બીમારીથી બચાવે છે અને શરીરના સ્ટેમ સેલ્સને મજબૂત બનાવે છે. યુનિવર્સિટી ઓફ સોફિયાએ પ્રસિદ્ધ કરેલી ‘ઓસ્ટિયોપોરોસિસ ઇન્ટરનેશનલ જર્નલ’માં એવું દર્શાવ્યું છે કે ઓલિવ ટી ઉંમર વધતાં હાડકાંને થતું નુકસાન ઓછું કરે છે.

લેમન ટી
લેમન ટીને કુદરતી એિન્ટસેપિ્ટક કહેવાય છે. જે મહિલાઓને કે લોકોને બેડ ટી પીવાની આદત હોય તેમણે લેમન ટી પીવાની ટેવ પાડવી જોઇએ. લેમન ટી પીવાથી થાક દૂર થાય છે અને તાજગી અનુભવાય છે. લેમન ટીમાં રહેલું વિટામીન ‘સી’ કોષને મજબૂત બનાવે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લોહીમાં રહેલા નકામા કોષને સારા બનાવવા માટે લેમન ટી ઉત્તમ ગણાય છે. આનાથી કેન્સર સામે રક્ષણ મળે છે. લેમન ટીનું સેવન કરવાથી શરીરની ચયાપચય (મેટાબોલઝિમ)ની ક્રિયા ઝડપી બને છે. પાચનક્રિયા સુધારવામાં લેમન ટીનો જોટો જડે તેમ નથી. લેમન ટીના પણ બે પ્રકાર છે. લેમન ગ્રાસ ટી અને લેમન ફ્લાવર ટી - બંને પ્રકારની લેમન ટી ગુણકારી છે.

સફેદ ચા
ચાના બગીચાની સૌથી નાજુક અને કોમળ પત્તીઓને સૂકવ્યા પછી બનાવેલી ચાને સફેદ ચા કહેવાય છે. તેમં એન્ટિઓક્સિડન્ટ તત્વોનું પ્રમાણ સૌથી વધારે છે. આ તત્વોથી લોહીના દબાણ પર ઝડપથી કાબૂ મેળવી શકાય છે. સિલ્વર રંગની સફેદ ચા વિશ્વની સૌથી મોંઘી ચા ગણાય છે.

ચામાં એવું ખાસ શું છે?
શરીર માટે જરૂરી એવા મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો મેળવવાનો શ્રેષ્ઠ સ્ત્રોત ચા છે. દરરોજ ઓછામાં ઓછી બે વાર હેલ્થી ટી પીવાથી શરીરની ૪૫ ટકા મેગ્નેશિયમની જરૂરિયાત સંતોષાય છે. હૃદયના ધબકારાને કાબૂમાં રાખવા માટે પોટેશિયમની જરૂર પડે છે. આની ઉણપથી હૃદયરોગનું જોખમ ઊભું થઇ શકે છે. હેલ્થી ટીનું સેવન કરવાથી શરીર માટે અનિવાર્ય એવા પોટેશિયમની ત્રીજા-ચોથા ભાગની જરૂરિયાત પૂરી કરી શકાય છે.

No comments:

Post a Comment