Thursday, 28 July 2011

ઉંઘ પુરી નથી થતી? જાણો અનિદ્રાથીનું સૌથી મોટું નુક્શાન




-તેજસ્વી મગજ જોઈએ છે તો તમારી ઉંઘ પુરી કરો, અનિદ્રાની બીમારી યાદશક્તિ ઘટાડે


હાલમાં જ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઉંદરો અને માણસોની નિદ્રામાં ખલેલ પડે તો તેઓની યાદશક્તિ પર અસર પડે છે.


જો ઉંદરોની ઉંઘમાં ખલેલ પહોંચે તો તેઓ તેમને સુતા પહેલાં જોયેલી છેલ્લી વસ્તુ વાત ભૂલી જાય છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં રજુ થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. એક ઉંદર જો તેને જરૂરી નોર્મલ ઉંધ પુરી કરે અને તે દરમિયાન જો તેની આંખ એક વખત પણ ખુલી જાય છે તો તેની સીધી અસર તેની યાદશક્તિ પર પડે છે.


આવું જ કંઈક માણસોની ઉંઘ સાથે હોય છે જો તેમની ઉંઘમાં ખલેલ પડે છે તો તેમની યાદશક્તિને પણ અસર થાય છે. એટલેકે જો આપને કટકે કટકે ઉંઘ આવતી હોય કે અનિદ્રાની મુશ્કેલીઓ હોય તો તમારે ચૈતી જવું જોઈએ.


અનિદ્રા અને ઓછી નિદ્રાની સીધી અસર તમારી યાદશક્તિને પહોંચે છે. ઘણી વખત આ પ્રકારની બીમારીને કારણે તમારી યાદશક્તિ નષ્ટ પણ થઈ શકે છે.


આ રિસર્ચમાં એ નિષ્ણાંતોએ એમ પણ જણાવ્યું હતું કે, દરરોજની 7 કલાકની ઉંઘ આપની યાદશક્તિ શાર્પ કરે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ ઉંઘ ટુકડે ટુકડે ન હોવી જોઈએ.

No comments:

Post a Comment