Thursday, 28 July 2011

માથાનો દુખાવો, કારણો, પ્રકારો અને ઇલાજ




 
માથાનો દુખાવો એક એવી તકલીફ છે જે કદાચ મોટાભાગના વ્યક્તિઓએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી હશે જ, પણ જ્યારે એ ખરેખરા દુખાવાનું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ખૂબ જ તકલીફદાયક સમસ્યા બની જાય છે.


માથાનો દુખાવો પોતે તો જાણે આપત્તિજનક છે જ, પણ સાથે એના માટે બજારમાં મળતી ગોળીઓ લેવાની લોકોને ટેવ છે. તો મહેરબાની કરીને તમારી આ ટેવ પર રોક લગાવવી ખૂબ જરૂરી છે. એ દવા દેખીતી રીતે ઝડપી અસરકારક હોય છે,


પણ એ દવાની આડઅસરો વ્યક્તિની કિડની અને વ્યક્તિનું પાચનતંત્ર બંને પર એટલી હદે ખરાબ અસર પડે છે કે પછી એ સારવારની સીમાઓની બહાર જતું રહે છે. સાચા અર્થમાં એ ‘બકરું કાઢી ને ઊંટ પેસાડવાની વાત છે.’


*માથાના દુખાવાના પ્રકાર ને કારણો: મેડિકલ વિજ્ઞાન મુખ્યત્વે માથાના દુખાવાને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે...


- પ્રાઇમરી હેડેક: જેમાં આધાશીશી પ્રકારના તમામ માથાના દુખાવા આવી જાય. બીજા શબ્દોમાં કહું તો માથામાં દેખીતી રીતે અંદર કોઇ જ પ્રકારની સમસ્યા ના હોય છતાં દુખાવો રહે.-સેકન્ડરી હેડેક: જેમાં મગજની ગાંઠ, મગજમાં આવેલો સોજો વગેરે જેવાં કારણો હોય.-ક્રેનિઅલ હેડેક: એમાં ચેતાતંત્રને કારણે થતાં દુખાવા આવે છે.


આપણને થતા દુખાવાઓમાંથી ૯૦ ટકા એ પહેલા પ્રકારના હેડેકમાં આવે છે એટલે કે એમાં મગજની અંદર કોઇ તકલીફ હોતી નથી, તેથી ગભરાવાની કોઇ જરૂર નથી.


માથાના દુખાવાનાં કારણો ઘણાં છે. જેમકે.. ‘શરદી કે તાવ ‘દાંતમાં કોઇ તકલીફ કે દુખાવો. ‘આંખોનો વધુ ઉપયોગ કે ખેંચાણ.‘માનસિક ચિંતા ‘શારીરિક અને માનસિક થાક. ‘સાયનસ ‘સિગારેટ, તમાકુ, દારૂ જેવાં વ્યસનો. ચા/કોફી-વધુ પડતા લેવાવા કે આદત બંધ કરવી. ‘કબજિયાત/ગેસ ‘હાઇપર ટેન્શન, સન સ્ટ્રોક


*દુખાવાનાં ચિહ્નો: -માથામાં દબાણ લાગવું.-કોઇ હથોડા મારતા હોય એવું લાગવું.-માથામાં કંઇક બાંધ્યું હોય એવું અનુભવવું.-લબક લબક જેવું રહેવું.-આંખો ભારે લાગવી.-કેટલાક કિસ્સામાં બેચેની અને ચક્કર આવવાં.-ઊલટી કે ઊબકા આવવા.


*ઉપાયો: માથાના દુખાવાનો સૌપ્રથમ ઉપાય તો આરામ છે. પૂરતી ઊંઘ, પૂરતો આહાર અને પ્રસન્ન મન હોય તો ભાગ્યે જ માથાનો દુખાવો થાય અને થાય તો તરત મટી પણ જાય. એ માટે દર વખતે દવા, ગોળી લેવાની જરૂર નથી. પણ જો વારંવાર માથાનો દુખાવો રહેતો હોય કે આધાશીશી હોય તો જાણે દવા લેવી જરૂરી થઇ જાય છે.


હોમિયોપથીમાં તો તમામ પ્રકારના માથાના દુખાવાની અકસીર દવા ઘણી છે. જેમ કે, બેલાડોન- કોઇ પણ પ્રકારનો માથાનો દુખાવો મટાડતી અકસીર દવા છે. Nux Vomica-ગેસને કારણે, અપચાને કારણે કે ઉજાગરાને કારણે થતા દુખાવા માટે છે. Natrum Mur.-sunstroke ને કારણે થતા દુખાવામાં ઉપયોગી છે.ટૂંકમાં કારણ અને પ્રકૃતિને અનુરૂપ નક્કી કરીએ તો જરૂર ગમે તેટલો જૂનો કે હઠીલો માથાનો દુખાવો દૂર કરી શકાય છે

1 comment:

  1. માથાનો દુખાવો

    ReplyDelete